About BhashaIndia | Contribute | SiteMap | Register | Sign in to Windows Live ID
  Patrons Developers
Hindi Tamil Kannada Gujarati Marathi Telugu Bengali Malayalam Punjabi Konkani Oriya Sanskrit Nepali
Home > Patrons > LanguageTech > Games Welcome Guest!

વિન્ડોઝ માટે રમતો

જ્યારે તમે થોડા નવરાશના અને મજામસ્તીના મુડમાં હો, ત્યારે રમી શકાય એ માટે વિન્ડોઝ સાથે કેટલીક રમતો પણ આવે છે. આ લેખમાં દરેક રમત વિશે ટૂંકી માહિતી આપવામાં આવી છે. વધુ માર્ગદર્શન માટે ‘વ્યુ હેલ્પ’ પર ક્લીક કરો.

વિન્ડોઝ સાથે જે રમતો આવે છે તે ‘ગેમ્સ ફોલ્ડર’માં હોય છે, જે તમારા કોમ્પ્યુટરમાં રમતો માટેનુ કેન્દ્રસ્થાન છે.

હવે ‘ગેમ્સ ફોલ્ડર’ ખોલવા માટે, સ્ટાર્ટ બટન ક્લીક કરો અને ત્યાર બાદ જમણી બાજુ સ્થિત ‘ગેમ્સ’ પર ક્લીક કરો. ફોલ્ડરમાં રહેલી કોઈ પણ એક રમત ખોલવા માટે, તેના ‘આઈકન’ (ચિત્રનિશાની) પર ડબલ-ક્લીક કરો.

નોંધ: વિન્ડોઝ વિસ્ટા બીઝનેસ અને વિન્ડોઝ વિસ્ટા એન્ટરપ્રાઈઝમાં વિન્ડોઝની રમતો ફરજિયાત રીતે મૂકવામાં આવતી નથી. તેને મૂકવા માટે, સ્ટાર્ટ બટન ક્લીક કરો. કન્ટ્રોલ પેનલ પર ક્લીક કરો. પ્રોગ્રામ્સ પર ક્લીક કરીને ‘ટર્ન વિન્ડોઝ ફીચર્સ ઑન ઓર ઑફ’ ક્લીક કરો. વિન્ડોઝ ફીચર્સના ડાયલોગ બોક્સમાં, ગેમ્સ ચેકબોક્સ પસંદ કરો. અને પછી, ઓકે ક્લીક કરો. જો તમારી પાસે વ્યવસ્થાપકનો પાસવર્ડ માંગે તો પાસવર્ડ આપો અથવા માંગે તો તેને સમર્થન આપો.

ચેસ ટાઈટેન્સ
ચેસ ટાઈટેન્સ માં થ્રી-ડાયમેન્શનલ ગ્રાફિક્સ અને એનીમેશન દ્વારા ઉત્કૃષ્ટ વ્યૂહરચનાવાળી ચેસની રમત જીવંત થઈ જાય છે. ખ્આસ પ્રકાશિત કરેલા ચોસલા દ્વારા તમારે પ્યાદા ક્યાં ખસેડવાના છે, તે દર્શાવવામાં આવે છે. તમે આરસનું, લાકડાનું કે ચિનાઈ માટીનું બોર્ડ પસંદ કરી શકો છો અને તમારે જે પ્રમાણે જોવું હોય, તે પ્રમાણે તેને ફેરવી શકો છો.

  • રમનારની સંખ્યા: 1 કે 2
  • રમતની કઠિનાઈનું સ્તર: 1 (શીખાઉ માટે) થી 10 (નિષ્ણાંત માટે)
  • રમવાનો લાક્ષણિક સમય: 10 થી 60 મિનિટ.
નોંધ: વિન્ડોઝ વિસ્ટા હોમ-બેઝીક અથવા વિન્ડોઝ વિસ્ટા સ્ટાર્ટરમાં ચેસ-ટાઈટેન ઉપલબ્ધ નથી. માહજોન્ગ ટાઈટેન્સ માહજોન્ગ ટાઈટેન્સ ટાઈલ્સ વડે રમાતી એકાકી રમત છે. આ રમતમાં તમારે ટાઈલ્સની જોડીને બોર્ડ પરથી ખસેડવાની હોય છે.જો તમે બધા જ ટાઈલ્સ ખસેડી શકો, તો તમે જીત્યા! આ માટે તમે અસંખ્ય બેકગ્રાઉન્ડમાંથી, છ જાતના વિવિધ ટાઈલ લેઆઉટમાંથી અને ચાર વિવિધ ટાઈલ ડીઝાઈનમાંથી પસંદ કરી શકો છો. આ રમત પ્રાચીન રમત કરતાં અલગ છે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: ટાઈલ લેઆઉટ પ્રમાણે અલગ અલગ
  • રમવાનો લાક્ષણિક સમય: 10 થી 30 મિનિટ.
નોંધ: વિન્ડોઝ વિસ્ટા હોમ-બેઝીક અથવા વિન્ડોઝ વિસ્ટા સ્ટાર્ટરમાં માહજોન્ગ ટાઈટેન્સ ઉપલબ્ધ નથી.

ઈન્કબોલ
રંગીન ઉછળતા બોલને એ જ રંગના કાણામાં નાખવા એ ઈન્કબોલ રમતનો હેતુ છે. તમારા માઉસ અથવા તો ટેબ્લેટ પેન વડે બોલ દોરીને તેને યોગ્ય દિશામાં પલટવાના અને સાચા કાણામાં નાખવાના. જો કોઈ પણ બોલને ખોટા કાણામાં નાંખશો, તો રમત પૂરી થઈ જશે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: થોડું શીખેલા, તદ્દન નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ, નિષ્ણાંત
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 10 મિનિટ.
નોંધ: વિન્ડોઝ વિસ્ટા હોમ-બેઝીક અથવા વિન્ડોઝ વિસ્ટા સ્ટાર્ટરમાં ઈન્કબોલ ઉપલબ્ધ નથી.

માઈનસ્વીપર
ચોરસ ચોકઠાથી બનેલા રમતના મેદાનની નીચે છુપાયેલ બધી જ ખાણને શોધવી એટલે માઈનસ્વીપરની રમત. કોઈ પણ એક ચોરસ ઉપર ક્લીક કરો એટલે તેની નીચે શું છુપાયેલું છે તે જોવા મળશે. અમુક ચોરસમાં આંકડા છુપાયેલા હોય છે જે તમને નજીકની ખાણો શોધવામાં મદદ કરશે. પરંતુ સાવધાન! જો તમે કોઈ પણ ચોરસ, જેની નીચે ખાણ છુપાયેલી હોય, તેના પર ક્લીક કરશો, તો બોર્ડ પરની બધી જ ખાણોમાં ધડાકો થશે અને રમત પૂરી થઈ જશે.

રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: થોડું શીખેલા, તદ્દન નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 10 મિનિટ.
પર્બલ પ્લેસ
ખરેખર તો પર્બલ પ્લેસ એટલે એક જ સાંજ માં ત્રણ રમતો! કમ્ફી કેક, પર્બલ શોપ અને પર્બલ પેર. નવશીખાઉ સ્તરે, આ તરંગી રમત ખાસ કરીને બાળકો માટે છે. તે તેમની યાદશક્તિ, આકાર ઓળખ અને વિચારશક્તિની કળા ખીલવવામાં મદદ કરે છે. પરંતુ આગળ ઉપર જતાં, અઘરા સ્તરો બધી જ ઉંમરના રમતવીરો માટે પડકારરૂપ છે.

કમ્ફી કેક: આ રમતમાં તમે પર્બલ શેફની બેકરીમાં છો. અહીં તમારે અમુક સંખ્યામાં કેકનો ઓર્ડર પૂરો કરવાનો છે. આ બેકરીના ગ્રાહકો વિશિષ્ટ છે. તેથી, તેમણેજેવો ઓર્ડર આપ્યો હોય, બિલકુલ એવીજ કેક તમારે બનાવવી પડશે. ખીરું, અંદર ભરવાની વસ્તુ, આઈસીંગ, ડેકોરેશન અને આકાર, બધાનું ખાસ ધ્યાન રાખવાનું છે. તમારે ખૂબ ઉતાવળે કામ કરવુ6 પડશે કારણ કે કેક બનાવવાનં આવ્યા જ કરશે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 5 મિનિટ.
કમ્ફી કેક પર્બલ શોપ. આ રમતમાં તમારી અનુમાન શક્તિની ચકાસણી કરે છે. તમારો હેતુ છે, તમારા પર્બલના ચહેરાને પડદા પાછળ રહસ્યમય પર્બલ સાથે જોડવાનો છે. વાળ, આંખ, નાક અને હોઠને છાજલી પરથી પસંદ કરો અને પછી શોધો કે તમે કેટલી મુખાકૃતિ સાચી જોડી છે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 5 મિનિટ.
પર્બલ શોપ
પર્બલ જોડીઓ. આ રમતમાં, સમય પૂરો થાય તે પહેલાં બોર્ડ પર મોજૂદ બધા જ ચિત્રોના યોગ્ય જોડકા બનાવવાના છે. બોર્ડ પરના ટાઈલ્સને ખસેડીને ચિત્ર જોઈ શકાશે. પછી તેનું જોડકું ગોઠવવાની કોશિશ કરો. અને ‘સ્નીકપીક’ ટોકન નો ઉપયોગ કરીને બોર્ડ પરના બધા જ ટાઈલ્સ જોઈ શકાશે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 10 મિનિટ.
કાર્ડ ગેમ્સ -પત્તાંની રમતો
વિન્ડોઝ સાથે ચાર કાર્ડ ગેમ્સ આવે છે. હાર્ટસ અને ત્રણ જાતની વિવિધતાવાળી સોલેસીટેર ની રમત (વ્યક્તિ રમી શકે તેવી પત્તાંની રમત) દરેક રમત માટે તમે જુદી જુદી પત્તાની કેટ અને બેકગ્રાઉન્ડ પસંદ કરી શકો છો.

ફ્રી સેલ
ફ્રી સેલ સોલીસીટેરની જેમ જ એક વિવિધતા છે. જીતવા માટે તમારે એકડાથી બાદશાહના ચાર ઢગલા કરવાના હોય છે. આ ઢગલા ગોઠવવા માટે તમારી પાસે સાત ખાનાઓ છે. તેમાંથી પત્તા લઈને એક લાલ રંગનું અને એક કાળા રંગનું એમ ગોઠવીને તમારે ચાર ઢગલા તૈયાર કરવાના. ટૂંક સમય માટે પત્તા ગોઠવવા તમે ‘ફ્રી સેલ’નો ઉપયોગ કરી શકો છો.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: એક સ્તર
  • રમવાનો લાક્ષણિક સમય: 10 થી 20 મિનિટ.
હાર્ટસ
હાર્ટસ એક પત્તાની રમત છે. અહીં તમે કોમ્પ્યુટર પ્રતિસ્પર્ધી ની સામે પણ ત્રણ તબક્કામાં રમત રમો છો. તમને ન જોઈતા હોય તેવા કાર્ડ લેવાનું ટાળો. જેવા કે બધા જ લાલના પત્તા અને કાળીની રાણી સિવાય! જે પ્રતિસ્પર્ધીના સૌથી ઓછા ગુણ હોય, તે જીતે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 1 થી 5 મિનિટ.
સોલીટેર
ખૂબ જ પ્રચલિત રમત ક્લોનડીક પર આધારિત રમત, એટલે સોલીટેર. જીતવા માટે તમારે એક્કાથી રાજા સુધીનો એક, એવા ચાર ઢગલા કરવાના હોય છે. તે માટે તમારે કેટમાંથી એક એક પત્તું લઈ, એક લાલનું, એક કાળીનું, એવા સાત ખાનાઓમાંથી પત્તા લઈને ચાર ઢગલા ગોઠવવાના હોય છે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: એક સ્તર
  • રમવાનો લાક્ષણિક સમય: 5 થી 15 મિનિટ.
સ્પાઈડર સોલીટેર
સ્પાઈડર સોલીટેર એ સોલીટેરનો જ એક વિવિધ પ્રકાર છે. અહીં પત્તાની બે કેટ વાપરીને રમત રમવામાં આવે છે. (104 પત્તાં) આ રમતનો હેતુ છે, વિન્ડોઝના ઉપરના ભાગમાં ગોઠવેલા 10 ઢગલાઓમાંથી ઓછામાં ઓછી વાર ચાલ ચાલીને બધા જ પત્તા ખસેડી નાખવા. અહીં, પત્તા ખસેડીને રાજાથી એક્કા ના ક્રમમાં ઢગલા બનાવવાના છે.
  • રમનારની સંખ્યા: 1
  • રમતની કઠિનાઈનું સ્તર: નવશીખાઉ, મધ્યમ, પ્રગતિશીલ
  • રમવાનો લાક્ષણિક સમય: 5 થી 15 મિનિટ.
બીજી રમતો
જ્યારે તમે વધુ મનોરંજન માટે તૈયાર હો, ત્યારે કાં તો મફતમાં અથવા ખરીદી કરીને, રમવા માટે હજારો વિન્ડોઝ રમતો ઉપલબ્ધ છે. વિવિધ પ્રકારની રમતોમાં વર્ડ ગેમ્સ, એક્શન ગેમ્સ, એડવેન્ચર ગેમ્સ, સ્પોર્ટસ ગેમ્સ, કાર્ડ ગેમ્સ, સ્ટીમ્યુલેશન ગેમ્સ અને સ્ટ્રેટેજી ગેમ્સ નો સમાવેશ થાય છે.

વધુ જાણકારી મેળવવા માટે માઈક્રોસોફ્ટ વિન્ડોઝની ગેમીંગ વેબસાઈટ પર જાઓ.
Print Print
Broadcast Broadcast
Save this Article Save
E-mail this article link E-Mail
Rate this article
Related Articles
Contribute an article

Also read:

Related articles
Rate this article
1 2 3 4 5 6 7 8 9
Poor Outstanding
Tell us why you rated the content this way. [Optional]
 

Average rating:
3 out of 9
1 2 3 4 5 6 7 8 9
3 people have rated this article
Partner Profile | Privacy Statement | Why Passport | Testimonials
This site uses Unicode for non-English characters and uses Open Type fonts.
©2003-2007 Microsoft Corporation. All rights reserved.