વિન્ડોઝ માર્કેટપ્લેસ
Windows Marketplace
ઓપરેટિંગ સિસ્ટમ, પ્રોડક્ટીવીટી સ્યુટ્સ, એપ્લીકેશન્સ વગેરે જેવાં માઈક્રોસોફ્ટ સોફ્ટવેર પ્રોડક્ટ્સ ખરીદવાનું એકમાત્ર ઓનલાઈન સ્થળ એટલે વિન્ડોઝ માર્કેટપ્લેસ. વિન્ડોઝ લાઈવ આઈડી ID વાપરીને તેમાંથી ખરીદી કરી શકાય.
વિન્ડોઝ માર્કેટપ્લેસ તમને એક ડીજીટલ લોકર આપે છે, જેના દ્વારા તમે એક કરતાં વધારે વેપારીઓ તેમજ ઉત્પાદનના કેટાલોગ વગેરે જોઈ શકો છો. તમે તેમાંથી ખરીદી કરેલા સોફ્ટવેરને ખાતરીવાળા એક ડીજીટલ લોકર આસીસ્ટન્ટ દ્વારા ડાઉનલોડ કરી શકો છો. આ વ્યવસ્થા માત્ર અમેરિકાના ગ્રાહકો માટે જ ઉપલબ્ધ હતી.
2008 માં, માઈક્રોસોફ્ટે જાહેર કર્યું કે વિન્ડોઝ માર્કેટપ્લેસ હવે ચાલુ નહીં રહે; અને ખરીદી કરવા માટે લોકોએ માઈક્રોસોફ્ટના સ્ટોરમાં જવું પડશે. 2009 ની શરૂઆતમાં, મોબાઈલ માટેના વિન્ડોઝ માર્કેટપ્લેસની શરૂઆત કરવામાં આવી, અને તે પછી તેને નવતર રૂપ આપીને વિન્ડોઝ ફોન 7 માર્કેટપ્લેસ નામ આપવામાં આવ્યું.
હવે વિન્ડોઝ માર્કેટપ્લેસ ને માઈક્રોસોફ્ટ સ્ટોર તરફ લઈ જવામાં આવે છે. માઈક્રોસોફ્ટ સ્ટોરમાં વિશાળ વિવિધતાના ઉત્પાદન છે, જેવાં કે વિન્ડોઝ, ઓફિસ પ્રોડક્ટીવીટી સ્યુટ્, ડિઝાઈન ટુલ્સ, ડેવેલપર ટુલ્સ, પુસ્તકો, નેટબુક્સ, લેપટોપ્સ, વિન્ડોઝ ફોન, રમતગમત માટે ગેમ્સ, અન્ય સહાયક વસ્તુઓ, વગેરે.
ખરદી કરવાનો વિભાગ સરળતાથી ઉપયોગમાં લઈ શકાય તેમ છે કારણકે તે તેના મુખપૃષ્ઠ પર જ સૌથી વધુ મહત્ત્વના ઉત્પાદનો દર્શાવે છે. માત્ર થોડીક જ ક્લીક કરીને તમે પસંદગીનું સોફ્ટવેરે/હાર્ડવેર ખરીદી શકો છો અને તમે જે કંઈ પણ ખરીદો છો, તે અસલ છે, તેની ખાતરી તો ચોક્કસ છે જ. વ્યાજબી કિંમતે અને ઝડપથી ઘેર બેઠાં મેળવી શકાય, તે માટે કોઈ ખાસ, વિવિધ દેશોમાં ઉત્પાદનો પહોંચાડવાની ગોઠવણી પણ સરસ રીતે કરવામાં આવી છે. વધુ માહિતી મેળવવા માટે પર www.windowsmarketplace.com લોગ-ઓન કરવું.