માઈક્રોસોફ્ટ રિસર્ચ
Microsoft Research
માઈક્રોસોફ્ટ રિસર્ચ (MSR) ૧૯૯૧માં ઘડાયેલી, વિશ્વની પ્રખ્યાત સંસ્થા છે, જે તેનું કાર્ય કોમ્પ્યુટિંગમાં, સામાન્ય અને પ્રયોજિત સંશોધન પર કેન્દ્રિત કરે છે. તેની આઠ શાખાઓ છે અને વિશ્વભરમાં તેના ૮૦૦ થી વધારે સંશોધકો કામ કરે છે અને આ રીતે કોમ્પ્યુટર વિજ્ઞાન ક્ષેત્રે મોટામાં મોટી તે એકમાત્ર સંશોધન સંસ્થા છે.
કોમ્પ્યુટિંગના વિવિધ 55 જેટલાં ક્ષેત્રે એકધારી રીતે સંશોધન ચાલી રહ્યું છે. પ્રખ્યાત ટ્યુરીન એવોર્ડ વિજેતાઓ સહિત, અન્ય ખૂબ જ પ્રતિભાશાળી વ્યક્તિઓને MSR કામ પર રાખે છે.
MSR ની વેબસાઈટ પર પ્રકાશન વિભાગમાં, નવા તેમજ અનુભવી, એમ બંને પ્રકારના સંશોધકો માટે મોટો સંગ્રહ છે. માહિતી મેળવવા માટે તમે નામ, લેખક અથવા કોઈ બીજી રીતે સરળતાથી શોધી શકો છો. પ્રકાશિત થયેલી સામગ્રીને તારવવા માટેની ગોઠવણ પણ છે.
જે લોકોને સંશોધન ક્ષેત્રે અદ્યતન ટેકનોલોજી વિશે જાણવું હોય, તેમણે ‘પ્રોજેક્ટ્સ’નો વિભાગ જોવો જોઈએ - તેમાં તેઓ અદ્યતન સંશોધન વિશે જાણી શકે, તેની માહિતી અને માર્ગદર્શન હોય છે. સંશોધન ક્ષેત્ર અને વિસ્તાર માટે ‘ફિલ્ટર્સ’ ઉપલબ્ધ હોય છે. જ્યારે સચોટ માહિતી મળી હોય, ત્યારે આ ઘણું ઉપયોગી નીવડે છે.
તમે કદાચ સામાન્ય માહિતી મેળવનાર હોઈ શકો, કે પછી ખરેખર ગંભીર જિજ્ઞાસુ હો, તમે અદ્યતન સામગ્રી માટે ઉપલબ્ધ વિડિયો તો ગમે ત્યારે જોઈ જ શકો છો. વધારે માહિતી માટે http://research.microsoft.com/ પર લોગ-ઓન કરવું.