Skip Ribbon Commands
Skip to main content

માઈક્રોસોફ્ટ ઓફિસ 2010 ના ઉપયોગના સાધનો ઉપલબ્ધ


IT પ્રોફેશનલ્સ -વ્યવસાયકારોની સહાય માટે, ઓફિસ 2010નો ઉપયોગ ઝડપી અને સરળ બનાવવા છેલ્લા કેટલાંક સપ્તાહોમાં સાધનો (2 સપ્તાહમાં 4 સાધનો!) બહાર પડી ચૂક્યાં છે. આ લેખમાં તાજેતરમાં બહાર પડેલાં આ સાધનો વિશે જણાવવામાં આવ્યું છે, તેમજ તેમનો ઉપયોગ કરવાનું શીખવા માટે લિન્ક પણ આપવામાં આવી છે. આ દરેક સાધનો ક્રમશ: ઓફિસ 2010ના ઝડપી ઉપયોગ માટે યોજના કરીને નક્કી કરવામાં, ઓફિસ એપ્લીકેશનની સુસંગતના સંભવિત મુદ્દાઓ નક્કી કરવામાં અને તમારા ઓફિસ 2010 ના ઉપયોગને પધ્ધતિસર બનાવવામાં મદદ કરશે.


1. માઈક્રોસોફ્ટ એસેસમેન્ટ એન્ડ પ્લાનીંગ ટુલકીટ 5.0 (MAP)
MAP એ IT વ્યવસાયકારો માટે નક્કી કરવાનું અને યોજના કરવાનું સાધન છે કે જેથી તેમને ઉપયોગની પ્રક્રિયા શરૂ કરવામાં સહાય મળે. આ સાધન તમારી હાલની પરિસ્થિતિની યાદી બનાવે છે અને નવી ટેકનોલોજી તરફ, એટલે કે આ પરિસ્થિતિમાં ઓફિસ 2010 તરફ સ્થળાંતર કરી રહેલા કોમ્પ્યુટરોની તૈયારી જણાવે છે.  MAP એ સાધન કારભાર વગરનું સાધન કહી શકાય, એટલે કે તે કોમ્પ્યુટરો પર કોઈ પણ જાતના ઘટકની સ્થાપના કર્યા વગર, તમારા નેટવર્કમાં રહેલા કોમ્પ્યુટરોની ભાળ મેળવી શકે છે. MAP એ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, કે જે યાદી કરવા માટે તેમજ નક્કી કરવા માટે, તમારા IT ના માળખામાં ઉપલબ્ધ હોય જ. આ ટેકનોલોજીમાં, વિન્ડોઝ મેનેજમેન્ટ ઈન્સ્ટ્રુમેન્ટેશન (WMI) નો, રિમોટ રજીસ્ટ્રી સર્વિસ નો, એક્ટીવ ડિરેક્ટરી ડોમેન સર્વિસ નો, અને કોમ્પ્યુટર બ્રાઉઝર સર્વિસ નો સમાવેશ થાય છે. MAP ની તમામ સુસંગતતા માટે તમે MAP ની વેબસાઈટ પરથી જાણકારી મેળવી શકો છો.


અમે પહેલાં અહીં MAP 5.0 ટુલકીટ નો બીટા ઉપલબ્ધ છે, તે વિશે લખ્યું હતું. સૌ લોકોનાં પ્રતિભાવનો આભાર, કે અમે આ સાધનને સુધારી શક્યા છીએ કે જેથી નક્કી કરેલી યોજનાને અને અહેવાલને વધારે સારી રીતે મેળવી શકાશે. તમે ઓફિસ 2010 થી તૈયાર કરેલા અહેવાલોના નમૂનાઓ અહીં ઝડપથી મેળવી શકશો: ઓફિસ 2010 સમરી પ્રપોઝલ સેમ્પલ, ઓફિસ 2010 એસેસમેન્ટ રિપોર્ટ સેમ્પલ.

 
2. ઓફિસ એન્વાયરન્મેન્ટ એસેસમેન્ટ ટુલ (OEAT)
ઓફિસ 97, ઓફિસ 2000, ઓફિસ XP, ઓફિસ 2003, 2007 ઓફિસ સિસ્ટમ અને ઓફિસ 2010 સાથે જે ઉમેરાયેલાં તત્ત્વો –એડઈન- હોય અને એપ્લીકેશન હોય, તે તમામ કોમ્પ્યુટરના ઘટકોને OEAT જુદા પાડે છે. આ સાધન IT નિષ્ણાંતોના ઉપયોગ અર્થે ડિઝાઈન કરવામાં આવેલું છે, કે જેઓ ઓફિસ 2010 તરફ સ્થળાંતર કરવાની યોજનાના ભાગરૂપે એપ્લીકેશનની સુસંગતતા વિશે વિચારી રહ્યા હોય છે. હવે આ સાધન કાર્યાત્મકતાને ભેગી કરે છે કે જેથી તે મળી આવેલા એડ-ઈન સાધનો અને એપ્લીકેશન્સની સાથે એવા એડ-ઈન સાધનો, કે જે માઈક્રોસોફ્ટ ઈન્ડીપેન્ડેન્ટ સોફ્ટવેર વેન્ડર(ISV) એપ્લીકેશન કોમ્પેટીબીલીટી વિઝીબીલીટી પ્રોગ્રામ જેવા ISV સાથે સુસંગત હોય, તેની યાદી સાથે તુલના કરી શકે. OEAT  વેચનારનું નામ, ઉત્પાદનનું નામ તેમજ તેના વર્ઝનનું નામ સરખાવે છે અને પરિણામોને સારાંશ અહેવાલની સ્પ્રેડશીટમાં આંશિક અથવા સંપૂર્ણ રીતે દર્શાવે છે. વધારે માહિતી માટે ટેકનીકલ સંગ્રહ (લાઈબ્રેરી)માં આવેલ માઈક્રોસોફટ એન્વાયરન્મેન્ટ એસેસમેન્ટ ટુલ ની યુઝર્સ ગાઈડ જોવી.


3. ઓફિસ 2010 કોડ કોમ્પેટીબીલીટી ઈન્સ્પેક્ટર (OCCI)
OCCI એ એક એડ-ઈન સાધન છે, જેનો ઉપયોગ વિકસાવનારા લોકો –ડેવેલપર્સ- માઈક્રોસોફ્ટ એક્સેલ 2010, માઈક્રોસોફ્ટ પાવરપોઈન્ટ 2010, માઈક્રોસોફ્ટ વર્ડ 2010 અને માઈક્રોસોફ્ટ વિઝ્યુઅલ સ્ટુડીઓ 2008 ની સમસ્યાઓ ઉકેલવા માટે અને માઈક્રોસોફ્ટ વિઝ્યુઅલ બેઝિક ફોર એપ્લીકેશન ના (VBA) મેક્રોઝ તેમજ એડ-ઈન સાધનોનાં સંભવિત પ્રશ્નોને હલ કરવા માટે કરી શકશે. આ સાધન ડેવેલપરને સહાય કરે છે કે જેથી તેમને VBA કોડના પ્રશ્નોના ઉપાય માટે માર્ગદર્શન મળી રહે અને ઓફિસ 2010 તરફ ઝડપથી હિજરત કરી શકાય. એક પ્રોજેક્ટમાં આ સાધન, સુસંગતતાના જાણીતા પ્રશ્નો માટે કોડનું પૃથક્કરણ કરે છે અને ઓબજેક્ટ મોડલમાંના કોડની વિગતો જો કોઈ રીતે બદલાઈ હોય અથવા દૂર થઈ ગઈ હોય, તો તેની તમને જાણ કરે છે. વધારે માહિતી માટે ટેકનીકલ સંગ્રહ (લાઈબ્રેરી)માં આવેલ માઈક્રોસોફટ ઓફિસ કોડ કોમ્પેટીબીલીટી ઈન્સ્પેક્ટર ની યુઝર્સ ગાઈડ જોવી.


4. માઈક્રોસોફ્ટ ડિપ્લોયમેન્ટ ટુલકીટ 2010 અપડેટ 1
 ઓફિસ 2010 સાથે, MDT 2010, એ ઉચિત સોદો છે અને ઓફિસ કસ્ટમાઈઝેશન ટુલને ખોલવા માટે અને ઓફિસની config.xml ના સેટિંગ્સ ની સરળ કાર્યક્ષમતા માટે તે ઘણું મદદરૂપ છે. IT ના પ્રોફેશનલ વ્યવસાયકારો આ સાધનના ઉપયોગથી સોફિસ 2010 સહિત એક સંપૂર્ણ ડેસ્કટોપ ડિપ્લોયમેન્ટ પેકેજ બનાવી શકે છે. સ્પ્રિંગબોર્ડ સીરીઝના બ્લોગ પરના આ બ્લોગ-લેખ ના સંપૂર્ણપ ઉદાહરણ દ્વારા, તમે જાણી શકશો કે ઓફિસ 2010 નો ઉપયોગ કરવા માટે MDT 2010 ને કેવી રીતે ઉપયોગમાં લેવું. MDT 2010 અપડેટ 1 ને હમણાં જ મેળવી લો અને એક સંપૂર્ણ ડિપ્લોયમેન્ટ પેકેજ બનાવવા માટે MDT 2010 નો ઉપયોગ કરો. MDT 2010 અપડેટ 1 ની સંપૂર્ણ વિગતો અહીં જોવા મળશે.


જો તમને આ સાધનો કેવી રીતે કાર્ય કરે છે તે જાણવું હોય તો અમારી પાસે તમે શરૂઆત કરી શકો તે માટે કોન્સેપ્ટ કિટ છે. PoC જમ્પસ્ટાર્ટ ને એ રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જેથી ડેસ્કટોપ ડિપ્લોયમેન્ટની પ્રક્રિયા મૂંઝવણરહિત બને - ઓફિસ 2010, વિન્ડોઝ 7 એન્ટરપ્રાઈઝ, ઈન્ટરનેટ એક્સપ્લોરર 8 અને એપ્લીકેશન વિઝ્યુઅલાઈઝેશન (App-V) ની નિયંત્રિત પરિસ્થિતિમાં ઉદભવે છે. એક સંપૂર્ણ, ઝડપી ડેસ્કટોપનો તમને અનુભવ કરાવવા માટે આ, અને બીજાં કેટલાંક સાધનો માઈક્રોસોફ્ટ પ્રુફ ઓફ કોન્સેપ્ટ કિટ માં મોજૂદ છે. PoC જમ્પસ્ટાર્ટ કિટની વધુ જાણકારી અહીંથી, સ્પ્રીંગબોર્ડ સીરીઝ સાઈટ પરથી મેળવો.

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.