Go Search


ડૉ.ટી.વી.ગીતા સાથે ઈન્ટરવ્યુ

 TVGeetha


આપના શિક્ષણ કારકિર્દી અને હાલના અભ્યાસ વિશે જણાવો...


મેં 1982માં ગ્યુન્ડિની કૉલેજ ઑફ એંજિનીયરીંગમાંથી ECE માં B.E  કર્યું. પછી હું તે જ ઈન્સ્ટીટ્યુટમાં ECE વિભાગમાં ટીચીંગ રિસર્ચ ફેલો, એટલે કે શિક્ષણ સંશોધન સભ્ય તરીકે જોડાઈ અને સાથેસાથે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરીંગમાં મારું M.E પણ પૂરું કર્યું. પછી જ્યારે કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનીયરીંગનો વિભાગ શરૂ થયો, ત્યારે હું તેમાં જોડાઈ. મેં 1992 માં નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મારું પીએચ.ડી કર્યું. મેં દસ પીએચ.ડી વિદ્યાર્થીઓને સફળતાપૂર્વક માર્ગદર્શન આપ્યું છે અને હાલ હું અગિયાર વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપી રહી છું.


હમણાં મારા રસના વિષયો છે, નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ, સંગીત પ્રોસેસીંગ, ઈ-શિક્ષણ, ઑન્ટોલોજી આધારિત ટેક્સ્ટ માઈનીંગ, અર્થનિર્ધારણશાસ્ત્ર અને સર્ચ એન્જિન.


NLP માં તમે કયા ક્ષેત્રમાં રસ ધરાવો છો?

 

NLP - નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ ક્ષેત્રમાં મને ખૂબ રસ છે અને આ ક્ષેત્રે મારું કેટલુંક કાર્ય છે:

• માહિતીનું ચિત્ર ઊભું કરવું
• ઈ-શિક્ષણ માટે આપમેળે પેદા થતો વિષય
• ઈ-શિક્ષણ માટે આપમેળે પેદા થતો પ્રશ્ન
• ઈ-શિક્ષણ માટે આપમેળે પેદા થતી સ્લાઈડ
• સંશોધન ક્ષેત્ર માઈનીંગ
• ઑન્ટોલોજી આધારિત ટેક્સ્ટ માઈનીંગ

 

નેચરલ લેન્ગવેજ પ્રોસેસીંગ કે ઈન્ડીક કોમ્પ્યુટિંગ ?

 

દક્ષિણ ભારતીય ઈન્ડીકના વિશિષ્ટ લક્ષણો - શબ્દરૂપ વિચારની ભવ્યતા અને એક રીતે મુક્ત શબ્દની ગોઠવણીને લીધે ભાષાકીય પ્રોસેસીંગના કાર્યોને હલ કરવા માટે વિવિધ અભિગમ જોઈએ છે. અમે બંને અભિગમ, નિયમ આધારિત અને આંકડાઓને આધારિત મશીન વિદ્યા, એમ બંને અભિગમ પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, કે જેથી શબ્દરૂપી વિચાર પૃથક્કરણને, અર્થનિર્ધારણશાસ્ત્રના સૂચનને, UNL (યુનીવર્સલ નેટવર્કિંગ લેન્ગવેજ - ભાષાથી સ્વતંત્ર અર્થનિર્ધારણશાસ્ત્રનું સૂચન), વર્ડ સેન્સ ડિસએમ્બીગ્યેશન, કોઈ પ્રસ્તાવ -એમ્ફેર રિઝોલ્યુશન વગેરે દ્વારા તપાસી શકાય.


અન્ના યુનિવર્સિટી ખાતે હાલમાં ઈન્ડીક કોમ્પ્યુટિંગના કયા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે?

 

આંતરભાષી માહિતી માર્ગ - ભારત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ભારતભરની અન્ય સાત સભ્ય સંસ્થાઓના મંડળ હેઠળ ચાલી રહ્યો છે. અમે સામાન્ય કલ્પનાને આધારિત તમિલ માટે સર્ચ-એન્જિન બનાવી રહ્યા છીએ. આ વિભાગ દ્વારા ‘નોલેજ એન્જિનીયરિંગ એન્ડ કોમ્પ્યુટેશનલ લિન્ગ્વીસ્ટીક્સ’ નો M.E. કાર્યક્રમ પણ આપવામાં આવશે, જેનો અભ્યાસક્રમ પણ અમે જ તૈયાર કર્યો છે.

 

આપણા ભાષાના કોમ્પ્યુટિંગ વિકાસ માટે કયા સાધનોની જરૂર છે ?

ઈન્ડીક ભાષાના કોમ્પ્યુટિંગ વિકાસ માટે શબ્દરૂપવિચાર પૃથક્કરણ, એક સારો શબ્દકોશ, જેવા ભાષાનું પ્રોસેસિંગ કરવા માટેના સામાન્ય સાધનો જોઈતા હોય છે. તે ઉપરાંત ભાષાના ઈન્પુટ અને આઉટપુટ ને તપાસવાના સાધનો પણ જોઈતા હોય છે. આંકડાશાસ્ત્રને લગતી પ્રક્રિયાઓના કાર્યો માટે ટેગ્ડ ડેટા પણ જોઈતો હોય છે. સારા, સામાન્ય સંગ્રહ (જેમકે અંગ્રેજીમાં રિયુટર્સ છે) ઉપલબ્ધ હોવા જોઈએ. સમાંતરરૂપે વિશિષ્ટ પ્રકારના લખાણોનો સારો એવો જથ્થો હોય, તો ભારતીય ભાષાઓમાં મશીન દ્વારા ભાષાંતર શક્ય બને.


ઈન્ડીક કોમ્પ્યુટિંગના વિસ્તાર માટે તમારે વિદ્યાર્થીઓને શું કહેવું છે?

 

ઈન્ડીક કોમ્પ્યુટિંગ ક્ષેત્રે વિદ્યાર્થીઓ ભારે રસ લઈ રહ્યા છે. હકીકતે બહુ વિદ્યાર્થીઓ(સરેરાશે 30)એ આ ક્ષેત્રનાં ઘણાં ઉનાળુ પ્રોજેક્ટમાં ભાગ લીધો છે. દર વર્ષે તમિલ કોમ્પ્યુટિંગમાં આશરે 15 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. આ વર્ષે તમિલ કોમ્પ્યુટિંગ એપ્લીકેશન્સ માટે મોબાઈલ એપ્લીકેશનના ડેવલપમેન્ટ વિશે ઘણાં વિદ્યાર્થીઓ શીખી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે આ ક્સેત્રે ઘણી બધી તકો રહેલી છે. ભાષા કોમ્પ્યુટિંગનો આ પ્રકાર ખુલવાથી વિદ્યાર્થીઓને ટેક્સ્ટ-માઈનીંગની જરૂરિયાત હોય, તે પ્રકારની નોકરી મળવાનું શક્ય બને છે અને તે હવે પ્રચલિત થતું જાય છે. 

 

તમારે MNC કંપનીઓને શું કહેવું છે?

 

આ પડકારરૂપ ક્ષેત્રે તાલીમ પામેલા વિદ્યાર્થીઓ તૈયાર થાય, એ કોર્પોરેટ અને MNC કંપનીઓએ જોવું જરૂરી છે. તેમણે એ પણ જોવું જોઈએ કે માત્ર સ્થાનીક ભાષા જ જાણતા હોય, તેવા બહુમતી ધરાવતા અનેક લોકો માટે તેઓ એપ્લીકેશન્સ તૈયાર કરે. આ લોકો માટે વાચા દ્વારા એપ્લીકેશન્સ શક્ય કરવી, પણ એક પડકારરૂપ કાર્ય હશે. 


 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint Server.
©2014 Microsoft Corporation. All rights reserved.