Skip Ribbon Commands
Skip to main content

xમંથન એવોર્ડ


       ભારત માટે મંથન એવોર્ડ, એ આ જાતનો સર્વપ્રથમ આરંભ છે, કે જેમાં ઈલેક્ટ્રોનીક ક્ષેત્રે સર્જાયેલ, સૌથી ઉત્તમ વિષયવસ્તુને (ઈ-કોન્ટેન્ટ) અને સર્જકતાને માન્ય રાખવામાં આવે છે. એની શરૂઆત ડીજીટલ એમ્પાવરમેન્ટ ફાઉન્ડેશન તેમજ વર્લ્ડ સમીટ એવોર્ડ, તથા ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી દ્વારા અને અન્ય સંસ્થાઓ નાગરિક સમાજના સભ્યો, મીડીયા અને આવી જે કોઈ સંસ્થાઓ સમગ્ર દક્ષિણ એશિયન રાષ્ટ્રોના વિકાસાર્થે ડીજીટલ વિષયવસ્તુને પ્રોત્સાહિત કરતી હોય છે, તેના દ્વારા કરવામાં આવી છે.


શરૂઆતથી તેમાં ભારતના વિકાસ કાર્યક્ષેત્ર માટે સૌથી ઉત્તમ ઈ-કોન્ટેન્ટ શું છે, તે નક્કી કરવામાં આવ્યું છે. ઈન્ફોર્મેશન કોમ્યુનીકેશન ટેકનોલોજી(ICT)ના દુનિયાભરમાં વધી રહેલા અને લાભદાયી ઉપયોગની કદર કરવામાં આવે છે. વિવિધ ક્ષેત્રો દ્વારા તે માન્ય થઈ ચૂક્યું છે કે વિકાસ અને પ્રગતિ સાધવા માટે (ICT) એ એક સમર્થ સાધન છે. દુનિયાભરના રાષ્ટ્રો તેમના સામાજિક-સાંસ્કૃતિક અને આર્થિક ક્ષેત્રના લાભ માટે, તેમના રાજ્યની પરિસ્થિતિ મુજબ શક્ય હોય તે પ્રમાણે અને ટકી શકાય તે પ્રમાણે, વારંવાર ICT નો ઉપયોગ કરતા હોય છે.  


એ રાષ્ટ્રો, જે વિકસિત છે અને એ રાષ્ટ્રો અને સમાજો, જેમનો વિકાસ થઈ રહ્યો છે, તેઓ પ્રવૃત્તિના વિવિધ ક્ષેત્રે ICT ના હાલ વધતા જતા ઉપયોગને અનુભવી રહ્યા છે. વિકાસ અને પ્રગતિના હેતુ માટે વપરાતા ICT ના વિવિધ ઘટકો, એટલે કોમ્પ્યુટર, ઈન્ટરનેટ, કોમ્યુનીટી રેડિયો, દ્રશય-શ્રાવ્ય, અને એવાં બધાં અત્યંત આધુનિક ઉપકરણો. હાલ ICT ક્ષેત્રે નવીન છે, બ્લોગિંગ.


ICT એ શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય, જીવનશૈલી હોય કે વેપાર અને વાણિજ્ય કે પછી શાસનને લગતાં વિવિધ ડોમેઈનનો આડો તેમજ સીધો વિકાસ જોયો છે. ICT ના ઉપયોગ દ્વારા, જાહેર જનતાને લગતા હોય કે અંગત પ્રોજેક્ટ કે યોજનાઓ હોય, તે બધાં સરકાર, CSO, કોર્પોરેટ ક્ષેત્ર કે વ્યક્તિગત વિચાર હેઠળ શરૂ થતા હોય છે. 

કેરાલા, તમિલનાડુ, ઉત્તરાંચલ, દિલ્હી, જેવાં ભારતના રાજ્યોમાંથી મળતા અહેવાલ મુજબ, મોટાભાગની ઉપયોગિતા અને ગુણવત્તાની રીતે ICT નો ઉપયોગ થાય છે. ICT  ના વિવિધ સાધનો, જેવાં કે ઈન્ટરનેટ, કોમ્પ્યુટર, CR તેમ જ અન્ય માધ્યમો દ્વારા વ્યક્તિઓ અને સ્થાનિક સમાજ કેવી રીતે સમર્થ બને છે અને ટકે છે, તેનાં દાખલાઓ આપણને મળતા રહે છે.

 

અમે એ જાહેર કરતાં ગૌરવ અનુભવીએ છીએ કે ભાષાઈન્ડીયાને “ઈ-લોકલાઈઝેશન”માં પ્રથમ એવોર્ડ મળ્યો છે. બીજો અને ત્રીજો એવોર્ડ શ્રીલંકાની સંસ્થાઓને મળ્યો છે. 

 

ભાષાઈન્ડીયા ખરેખર સમાજ-લક્ષી સાઈટ છે કારણ કે તેનું કામ ઈન્ટરનેટ પર વિષયવસ્તુ એટલે કે ઓનલાઈન કોન્ટેન્ટ આપવા કરતાં પણ વધારે છે. અમારું નિષ્ણાંતોનું જૂથ વર્કશોપ યોજવામાં, પ્રશ્નોત્તરી ‘ક્વીઝ’ હરિફાઈઓ તેમજ વિદ્યાર્થીઓમાં પ્રસાર કરવાના કાર્યક્રમોમાં પ્રવૃત્ત રહે છે. ભાષાઈન્ડીયાની ફોરમ, પ્રશ્નોની ચર્ચા કરવા માટે અને મુદ્દાઓ હલ કરવા માટેનું આદર્શ પ્લેટફોર્મ બની રહે છે. ફોરમમાં મૂકેલા પોતાના, ભારતીય ભાષા કોમ્પ્યુટીંગને લગતા પ્રશ્નોનોનો જવાબ વપરાશકર્તાઓને ભાષાઈન્ડીયાના નિષ્ણાંતો તરફથી મળી રહે છે. ભાષાઈન્ડીયાનું મુખ્ય લક્ષ્ય ભારતીત ભાષા કોમ્પ્યુટીંગને અને આ ક્ષેત્રે થયેલા વિકાસલક્ષી કાર્યને પ્રોત્સાહન આપવાનું છે. સોલ્યુશન ડિરેક્ટરી એ એવી અજોડ ફોરમ છે, જેના દ્વારા નાના ઉદ્યોગો અને વ્યક્તિઓ પોતે વિકસાવેલી ભારતીય ભાષા અંગેની એપ્લીકેશન્સ અને ફોન્ટ્સ મૂકે છે અને તેને લગતાં વાચકો સુધી સરળતાથી પહોંચાડે છે.

 

મોટાભાગની ભારતીય ભાષાઓ, જેમકે આસામી, બંગાળી, ગુજરાતી, હિન્દી, કન્નડા, તમિલ, વગેરે માટે ભાષા  કોમ્યુટીંગના થયેલા કાર્યને લીધે ભાષાઈન્ડીયાને એવોર્ડ પ્રાપ્ત થયો છે.

 

ભાષા કોમ્પ્યુટીંગનું મુખ્ય કાર્ય IME નામના પ્રોગ્રામને વિકસાવવાનું હતું. આ પ્રોગ્રામ દ્વારા વપરાશકર્તાઓ માટે અંગ્રેજી QWERTY કીબોર્ડ દ્વારા ભારતીય ભાષાઓમાં સરળતાથી લખાણ ટાઈપ કરવાનું સરળ બન્યું છે. ઓપરેટિંગ સિસ્ટમ જુદી જુદી હોવા છતાં પણ વ્યક્તિ ભારતીય ભાષામાં ઓફિસની એપ્લીકેશન્સમાં, કે વર્ડપેડ કે નોટપેડમાં પણ ટાઈપ કરી શકે છે. તેની સાથે વિકસાવેલા સાધનોમાં આવેલા સામાન્ય ગુણવિશેષ  દ્વારા વ્યક્તિ તુરંત-સહાય પણ પ્રાપ્ત કરી શકે છે, તેમજ તે કીબોર્ડના જુદા જુદા લેઆઉટમાંથી પસંદગી પણ કરી શકે છે, તથા એકમાંથી બીજી ભાષામાં સરળતાથી ટાઈપ કરી શકે છે.

 

 

 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.