સોશીયલ નેટવર્કિંગ : ટ્વીટર
Social Networking: Twitter
નાના-બ્લોગ બનાવવાની પહેલ કરનાર ટ્વીટર એ એક સોશીયલ નેટવર્કિંગ વેબસાઈટ છે. તેનો ઉપયોગ કરનારા યુઝર્સ સંદેશાની આપ-લે કરી શકે છે - આ સંદેશાને ટ્વીટ્સ કહેવાય છે. ટ્વીટરની અજોડતા તેના આ ટૂંકા સંદેશામાં છે, એટલે કે એક સંદેશો વધારેમાં વધારે ૧૪૦ અક્ષરોનો હોઈ શકે.
કોઈ પણ વ્યક્તિ કે સંસ્થા ટ્વીટરમાં પોતાનું ખાતું ખોલાઈ શકે છે અને ટ્વીટીંગ કરવાનું એટલે કે ટ્વીટરને વાપરવાનું શરૂ કરી શકે છે. આ એક ખુલ્લા મંચ જેમ હોય છે, જેમાં દરેક યુઝર અન્ય યુઝર્સને ‘ફોલો’ કરી શકે છે, એટલે કે તેમની માહિતી મેળવી શકે છે. જોકે, ગુપ્તતા રાખવા માટે ટ્વીટરમાં વિકલ્પ હોય છે, જેના વડે તમે કોઈ યુઝરના ટ્વીટ્સને (સંદેશાને) રક્ષણ આપી શકો છો. જો તમે યુજ્ગરના ટ્વીટ્સને આ રીતે રક્ષણ હેઠળ રાખો, તો ટ્વીટરનું ખાતું ધરાવનારે પોતાના દરેક ‘ફોલોઅર’ એટલે કે તેમની માહિતી મેળવનાર તમામને એક પછી એક જાતે માન્ય કરવા પડે છે. પોતાના ટ્વીટ્સ કોઈ યુઝર ન જોઈ શકે, તે માટે તેઓ કોઈને પણ ‘બ્લોક’ કરીને રોકી શકે છે.
સમય જતાં, જેમ જેમ યુઝર વધતા ગયા, તેમ તેમ ટ્વીટરનો વિકાસ પણ થતો રહ્યો. જો કોઈ યુઝરને અન્ય કોઈ યુઝરનો ટ્વીટ સંદેશો પસંદ પડ્યો હોય, અને તેને તેણે અન્ય કોઈને મોકલવો હોય, તો તે તેને ‘રી-ટ્વીટ’ કરીને ફરીથી મોકલી શકે છે. પહેલાં યુઝરને ટ્વીટની આગળ “RT” એવું લખવું પડતું હતું, કે જેથી ખબર પડે કે તે કોઈ બીજાએ મોકલેલો ટ્વીટ છે, પણ હવે માત્ર એક બટન દબાવીને રી-ટ્વીટ કરી શકાય છે.
ટ્વીટરની શરૂઆતના તબક્કામાં તેને ઘણી ટીકાઓ સહન કરવી પડી કે તેની પ્રતિકૃતિ વ્યવસાયલક્ષી નથી, પણ જ્યારથી બીન્ગ અને ગુગલ જેવા ‘સર્ચ’ શોધના માંધાતાઓએ સોદા કર્યા - ટ્વીટરને આવક મળવા લાગી. તાજેતરમાં ટ્વીટરે નવતર લેઆઉટ વિકસાવ્યો છે કે જેથી તેની સેવાઓને વધારે તીવ્ર બનાવી શકાય.
વધુ માહિતી માટે www.twitter.com પર લોગ-ઓન કરવું.