ગ્રામીણ ભારત માટે માઇક્રોસોફ્ટ ઉપભોક્તા જૂથનું વિશાળ સ્વપ્ન
શું તમે કનેક્ટેડ કિયોસ્ક્સ વડે સજ્જ ભારતીય ગામડાઓનો ક્યારેય વિચાર કર્યો છે? કેરાલા માઇક્રોસોફ્ટ યુઝર્સ ગ્રૂપે ગ્રામીણ સામુદાયિક પોર્ટલ્સનું સ્વપ્ન સેવ્યું છે જે ગ્રામજનોને સહાયકારી સેવાઓ આપે, તેમને નવી વસ્તુઓ જાણવામાં મદદરૂપ થાય, વેપારમાંથી વચેટિયાઓ નાબૂદ કરે અને તબીબી સેવાનો વધુ સારો ઉપયોગ કરી શકાય. હાલની ઘડીએ આ સ્વપ્ન અશક્ય લાગી શકે છે. જો કે, ધ કેરાલા માઇક્રોસોફ્ટ યુઝર્સ ગ્રૂપ (K-MUG) આ સ્વપ્નને સાકાર કરવા માગે છે. 19 મે ને શનિવારે ટેક્નોપાર્કના પાર્ક સેન્ટર ખાતે આયોજિત થયેલી માઇક્રોસોફ્ટ ડેવલપર્સ કોન્ફરન્સ, ડેવકોન 2012માં ભારતના માઇક્રોસોફ્ટ યુઝર્સ સમુદાયોને આ સ્વપ્ન માટે ખુબ મહેનત કરવા વિનંતી કરવામાં આવી હતી.
કેરળમાં આયોજિત થયેલી સૌથી વિશાળ માઇક્રોસોફ્ટ ટેક ઇવેન્ટ મનાતી, ડેવકોન 2012માં માઇક્રોસોફ્ટ એમવીપી તથા અન્ય આઇટી સમકક્ષો સાથે જોડાયેલા તથા તેમની સાથે મળીને કામ કરતા સોફ્ટવેર વ્યવસાયિકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. ગ્રામીણ ભારતને મદદરૂપ થવાના વિચારની છણાવટ કરવા ઉપરાંત, આ કોન્ફરન્સમાં વિન્ડોઝ 8, વિન્ડોઝ ફોન, રિસ્પોન્સિવ વેબ ડેવલપમેન્ટ અને ક્લાઉડ તથા મોબાઇલ ટેક્નોલોજીઝ વગેરે જેવી ઉભરી રહેલી માઇક્રોસોફ્ટ ટેક્નોલોજીઝ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
મારલેબ્સના ચીફ ડિલિવરી ઓફિસર અનિલ રાઘવને ‘ગ્રામીણ ભારતના કાયાકલ્પમાં ટેક્નોલોજીની ભૂમિકા’ વિષય પર સંબોધન દરમિયાન એ વાત પર ભાર મૂક્યો હતો કે આધુનિકીકરણના પડકારોનો સામનો કરી રહેલ પરંપરાગત જ્ઞાન પદ્ધતિ અને સંસ્કૃતિનું જતન કરવામાં કમ્યૂનિટી પોર્ટલ્સ મદદરૂપ થઈ શકે છે.
“આપણે કિયોસ્ક્સમાં માગને ભેગી કરવી પડશે. રિમોટ હેલ્થ કેર, ઓનલાઇન ક્લિનિક્સ અને ખેતીવાડી માટે ઓનલાઇન પરામર્શનના ક્ષેત્રોમાં ખુબ સારી તક રહેલી છે. કિયોસ્કનો સંદેશાવ્યવહાર કેન્દ્રો, વર્ચ્યુલ યુનિવર્સિટી, બેન્કિંગ આઉટલેટ, વેપાર કેન્દ્ર, કૃષિ કેન્દ્ર અથવા તબીબી સહાય કેન્દ્ર તરીકે બેવડો ઉપયોગ કરી શકાય,” એવું અનિલ રાઘવને જણાવ્યું હતું.
ડેવકોન 2012માં સંખ્યાબંધ ‘માઇક્રોસોફ્ટ સ્પીકર્સ’ અને ‘માઇક્રોસોફ્ટ મોસ્ટ વેલ્યૂએબલ પ્રોફેશનલ્સ’ (એમવાવીપી)નાં આદાનપ્રદાનયુક્ત સત્રોનો પણ સમાવેશ થયો હતો. આ સમારોહમાં આયોજિત કરાયેલા કેટલાક સત્રોમાં વિન્ડોઝ ફોન માટે એક્સએનએ-આધારિત ગેમ ડેવલપમેન્ટ, વિઝ્યુઅલ સ્ટુડિયો 11, વિન્ડોઝ ફોન એપ્લિ. ડેવલપમેન્ટ – એચટીએમએલ5, હાયબ્રિડ એન્ડ ક્રોસ પ્લેટફોર્મ અને એએસપી.નેટ વેબ એપીઆઇના સત્રોનો સમાવેશ થાય છે. આ સમારોહમાં વિન્ડોઝ ફોન એપ્લિ. સ્પર્ધા પણ રખાઈ હતી જેમાં વિજેતાને નોકિયા લ્યુમિયા 800 ભેટમાં આપવામાં આવ્યો હતો. આ ફોન માઇક્રોસોફ્ટની મોબાઇલ ઓપરેટિંગ સિસ્ટમ વડે ચાલે છે.
K-MUGના સ્થાપક અને ડેવકોન 2012નાં એક આયોજક શ્રીજુમોન કે.પી.એ જણાવ્યું હતું કે, “વિન્ડોઝ ફોન પર ત્રણ ટ્રેક છે. મને વિશ્વાસ છે કે આ સત્રોએ .નેટ ડેવલપર્સને વિન્ડોઝ ફોન ઇકોસિસ્ટમ અને એપ્લિકેશન ડેવલપમેન્ટમાં આકર્ષ્યાં હશે. કેરળના ટેક્નોલોજી રસિકો માટે અમે વિન્ડોઝ8નો પ્રિવ્યૂ સૌપ્રથમવાર યોજ્યો હતો. માઇક્રોસોફ્ટની વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમની આ આગામી આવૃત્તિ છે.”
2002થી લઈ અત્યાર સુધીમાં કેરળમાં માઇક્રોસોફ્ટના બે યુઝર ગ્રૂપ થયા છે. બાદમાં 21મી જૂન, 2008ના રોજ આ જૂથોનો K-MUGમાં એકસાથે વિલય થયો હતો. કેરળમાં એક મજબૂત માઇક્રોસોફ્ટ ઉપભોક્તા સમુદાયનો વિચાર શ્રીજુમોનનો હતો. માઇક્રોસોફ્ટએ બેંગલોરમાં 23મી ઓગસ્ટ, 2008ના રોજ ‘ઇન્ડિયા માઇક્રોસોફ્ટ ટેક્નોલોજી કમ્યૂનિટી લીડ મીટ’ આયોજિત કરી હતી, ત્યારે કેરળમાં એક યુઝર ગ્રૂપનો વિચાર રજૂ કરનાર શ્રીજુમોન હતા.
સાંસદ વીરેન્દ્ર કુમાર (લોકસભાના સાંસદ, ભારત સરકારના શ્રમ અને નાણાં મંત્રાલયના ભૂતપૂર્વ રાજ્યકક્ષાના પ્રધાન તથા ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના ચેરમેન અને પ્રમુખ)એ માઇક્રોસોફ્ટ યૂઝર્સ ગ્રૂપની કેરળ પાંખનું ઉદઘાટન કર્યું હતું. K-MUGનાં સ્થાપક શ્રીજુમોન બેંગલોર ખાતે નોકિયાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં આર્કિટેક્ટ તરીકે કામ કરી રહ્યાં છે.