વિન્ડોઝ લાઈવ સ્પેસ સેટ અપ કરવું

વિન્ડોઝ Live.com વાપરનારા અનેક યુઝર્સની એવી માંગણી આવી છે કે એવી ઓનલાઈન જગ્યા મળે, કે જ્યાં વ્યક્તિઓ પોતાના વેબપેજ જાહેર રીતે મૂકી શકે. આ જ તો વિન્ડોઝ ની લાઈવ સ્પેસ દ્વારા શક્ય છે.

વિન્ડોઝ લાઈવ સ્પેસ સેટ અપ કરવા માટે
  1. http://spaces.live.com પર જાઓ અને ’ક્રિએટ યોર સ્પેસ’ પર ક્લીક કરો.

    જો તમારી પાસે લાઈવ ID હશે, તો ’ક્રિએટ યોર વિન્ડોઝ લાઈવ સ્પેસ’ નું પૃષ્ઠ ખુલશે.

    જો તમારે લાઈવ ID જોઈતી હોય, તો ‘સાઈન ઈન ફોર વિન્ડોઝ લાઈવ’ નું પૃષ્ઠ ખુલશે. તેમાં ‘સાઈન અપ ફોર વિન્ડોઝ લાઈવ’ પર ક્લીક કરો, અને મફતમાં મેળવો ‘ગેટ ઈટ ફ્રી’ પર ક્લીક કરો અને વિન્ડોઝ લાઈવ માટે સાઈન-અપ કરો એટલે કે પ્રવેશ મેળવો. જ્યારે આ પૂરું થાય, ત્યારે ’ક્રિએટ યોર વિન્ડોઝ લાઈવ સ્પેસ’ નું એટલે કે તમારું વિન્ડોઝ લાઈવ સ્પેસ બનાવવા માટેનું પૃષ્ઠ ખુલશે
  2. આ પૃષ્ઠ પર, પૃષ્ઠ નું નામ અને વેબ સરનામું વિગેરે વિગતો ભરીને ‘ચેક અવેબીલીટી’ એટલે કે પૃષ્ઠની ઉપલબ્ધતા પર ક્લીક કરો અને ખાતરી કરી લો કે તમે માંગેલું વેબ સરનામું મળી શકે તેમ છે કે નહીં. જો તે શક્ય ન હોય, તો કોઈ બીજું સરનામું ટાઈપ કરો.
  3. ‘ક્રિએટ’ એટલે કે બનાવો ઉપર ક્લીક કરો.

    તમારી નવી વિન્ડોઝ લાઈવ સ્પેસ પ્રદર્શિત થશે. તમારી આ જગ્યામાં ‘મિત્રો’ અને ‘બ્લૉગ’ જેવાં કેટલાંક માળખાનો સમાવેશ આપોઆપ થઈ જશે.

    મેં મારા વિન્ડોઝ લાઈવ સ્પેસ પૃષ્ઠ માટે ખૂબ સરળ શિર્ષક અને વેબ સરનામું વાપર્યા હતાં.

      હવે તમે તમારા વિન્ડોઝ લાઈવ સ્પેસ પૃષ્ઠને તમને તમારી ઓનલાઈન ઉપસ્થિતિ માટે ગમે, તે રીતે સર્જી શકો છો. દાખલા તરીકે, તમે તેના ફોટો આલ્બમમાં ફોટા મૂકી શકો છો, કે જેથી તમે બીજાંઓને તે બતાવી શકો. તમે તમારા પૃષ્ઠ માટે કોઈ શિર્ષક કે સુવાક્ય તૈયાર કરી શકો છો અથવા પુસ્તકોની યાદીના મોડ્યુલમાં પુસ્તકોના શિર્ષકો પણ મૂકી શકો છો. તમે ‘એડ અ ફ્રેન્ડ’ માં તમે એવા મિત્રોને ઉમેરી શકો છો કે માત્ર તેઓ જ  તમારી આ જગ્યા જોઈ શકે. આ દરેક મોડ્યુલ માં ફેરફાર કરવા માટે, દરેક મોડ્યુલમાં રહેલી ‘એડિટ’ લિન્ક પર ક્લીક કરો.

      જ્યારે તમારું વિન્ડોઝ લાઈવ સ્પેસ પૃષ્ઠ પર કામ પૂરું થઈ જાય, ત્યારે ‘વ્યુ’ પર ક્લીક કરીને તમારું પૃષ્ઠ ચકાસો. ફેરફારો કરવા માટે, પાછા જવા માટે ‘એડિટ યોર સ્પેસ’ એટલે તમારી સ્પેસના પૃષ્ઠમાં ફેરફાર કરો -ઉપર ક્લીક કરવું.

      જ્યારે તમારું કામ સંપૂર્ણ થઈ જાય, ત્યારે તમારા મિત્રવર્તુળમાં આ અંગે જાહેરાત કરવા માટે ‘વિઝીટર્સ ટુલ્સ’માં ‘ટેલ અ ફ્રેન્ડ’ ની લિન્ક પર ક્લીક કરો. અહીં એક નવો ઈ-મેલ સંદેશો ખુલશે જેમાં સંદેશાના મુખ્ય ભાગમાં તમારી સ્પેસનું વેબ એડ્રેસ દેખાશે. તમારા મિત્રોના ઈ-મેલ એડ્રેસ ભરીને, સંદેશાનો વિષય ઉમેરીને અને કંઈક લખાણ લખીને ‘સેન્ડ’ એટલે મોકલો પર ક્લીક કરો. તમારા મિત્રો તમારા વિન્ડોઝ લાઈવ સ્પેસ પૃષ્ઠની ઓનલાઈન મુલાકાત લઈ શકશે અને તમારા બ્લોગ અને ફોટો આલ્બમમાં તેમના મંતવ્યો જણાવી શકશે. એક વાતની ખાસ નોંધ લેજો કે વિન્ડોઝ લાઈવ સ્પેસ, લાઈવ મેઈલ અને લાઈવ મેસેન્જર સેવાનું સળંગ, સંપૂર્ણ એકીકરણ પૂરું પાડે છે. તેથી, તમે અને તમારા મિત્રો, તમારી સ્પેસ છોડ્યા વગર એકબીજાના સંપર્કમાં રહી શકો છો. હકીકતમાં મારી લાઈવ સ્પેસ http://tidrow.spaces.live.com ની મુલાકાત લો અને મને સંદેશ પણ મોકલજો!