માઈક્રોસોફ્ટ ઑફિસ નું હિન્દીમાં નવપ્રસ્થાન
માઈક્રોસોફ્ટ કોર્પોરેશન દ્વારા તેના સુપ્રખ્યાત ઑફિસ-સ્યુટ નું હિન્દીમાં નવપ્રસ્થાન કરવામાં આવ્યું. ભારતીય ભાષાઓના વિષયમાં તેના બહુઉપયોગી આધાર પછી, હવે માઈક્રોસોફ્ટ ઑફિસ હિન્દીમાં આવી ગયું છે. આ સ્યુટ માં અન્ય પ્રોગ્રામો સહિત માઈક્રોસોફ્ટ વર્ડ, એક્સેલ, ફ્રન્ટપેજ, પાવરપોઈન્ટ અને આઉટલુક નો પણ સમાવેશ છે. આ પેકેજ માં યુઝર ની ક્રિયા અને પ્રતિક્રિયાઓ હિન્દીમાં હશે. હિન્દી ભાષાની પ્રતિક્રિયાઓ વડે યુઝર્સ હિન્દીમાં દસ્તાવેજો બનાવી શકશે, બીજાંઓની સાથે વાતચીત પણ હિન્દીમાં કરી શકશે અને મેન્યુઓનું તેમ જ સાધનપટ્ટીનું સંચાલન સરળતાથી હિન્દીમાં કરી શકશે.
ઑફિસ હિન્દી વડે ભાષાકીય કોમ્પ્યુટિંગમાં તેમ જ સામાન્ય કોમ્પ્યુટિંગ જગતમાં ઘણી બધી વસ્તુઓની શરૂઆત થશે અને ઘણી વસ્તુઓ મજબૂત બનશે. ભાષાના બાધને કારણે જે લોકો કોમ્પ્યુટરના ઉપયોગથી વંચિત રહી ગયા હતા, તેમનામાં જબરજસ્ત વિશ્વાસ જાગૃત થશે. ખાસ કરીને આ કેન્દ્રિય અને રાજકીય ગવર્મેન્ટને, જાહેર ક્ષેત્રના ઉદ્યોગોને, બેન્કીંગ ઉદ્યોગને, શૈક્ષણિક સંસ્થાઓને અને સ્થાનીક ડેવલપર સમાજને માટે અત્યંત ઉપયોગી બની રહેશે.
ઑફિસ હિન્દી હાલમાં બે આવૃત્તિઓમાં મળે છે; ઑફિસ હિન્દી પ્રોફેશનલ અને ઑફિસ હિન્દી સ્ટાન્ડર્ડ. તેને સરળતાથી અપનાવવા માટે માઈક્રોસોફ્ટે ઓનલાઈન ઉપકરણો, તાલીમાર્થી સામગ્રી અને ભાગીદારોનો આધાર પણ જાહેર કરી દીધો છે. આ બધાં સાથે લોકો પોતાના હયાત માળખામાં આનું એકીકરણ સરળતાથી કરી શકશે. આ માઈક્રોસોફ્ટનો પ્રાદેશીય ભાષાઓમાંનો રસ દર્શાવે છે અને જેમ દુનિયાના બીજાં લોકોને IT નો લાભ મળે છે, તેમ સ્થાનીક લોકોને પણ લાભ મળે તેવી તેમની ઈચ્છા દર્શાવે છે.
ઑફિસ હિન્દીનું આ વર્ઝન સત્તાધારી રીતે તો 2003 માં જાહેર કરવામાં આવ્યું હતું, પછી સતત ત્રણ વર્ષના ટેસ્ટીંગ પછી હવે આપણી પાસે ઑફિસ હિન્દી તૈયાર છે. પ્રોફેશનલ વર્ઝન માં ચેઈન્જેબલ યુઝર ઈન્ટરફેસ છે, જેમાં યુઝર્સ અંગ્રેજી અથવા હિન્દી ઈન્ટરફેસ સહેલાઈથી પસંદ કરી શકે છે. આ ઉત્પાદનમાં બીજાં બિન્ન કીબોર્ડઝ ઉપરાંત, ટ્રાન્સલિટરેશન, ઈન્સ્ક્રીપ્ટ, રેમિન્ગટન અને ગોદરેજના વિવિધ કીબોર્ડઝ પણ રાખવામાં આવેલા છે. હવે માઈક્રોસોફ્ટ તેનાં ઘણાં ભારતીય ભાગીદારો સાથે, ઑફિસ હિન્દી સાથે કામ કરી શકે તેવાં વધારાનાં એડ-ઑન સાધનો અને એપ્લીકેશન તૈયાર કરી રહ્યું છે (જેમાં હિન્દી ટેક્સ્ટ-ટુ-સ્પીચ એટલે કે લખાણનું-ધ્વનિમાં રૂપાંતર, વધારાનાં ફોન્ટ્સ, વિશેષ શબ્દકોષ, અને વિશેષ બહુભાષી સ્માર્ટ-ટેગ્સ, વગેરે, કેટલાંક એડ-ઑન છે.)
હાલમાં પંજાબ નેશનલ બેન્ક અને આયકારખાતા વિભાગે ઑફિસ હિન્દી સ્વીકારી લીધું છે. માઈક્રોસોફ્ટ ઑફિસ ‘ચરણ-દર-ચરણ’ - ‘સ્ટેપ-બાય-સ્ટેપ’ ની હિન્દીમાં પુસ્તક પણ આપતું હોય છે, અને તે સાથે હિન્દીમાં ઓનલાઈન રિસોર્સ સેન્ટર અને સ્થાનીક ક્લીપ-આર્ટ લાઈબ્રેરી પણ ઉપલબ્ધ છે. |