Skip Ribbon Commands
Skip to main content
    

 

 

વિન્ડોઝ 7 ની શરૂઆત

શું વિન્ડોઝ 7 તમારા માટે નવું છે? તમે વિન્ડોઝનું જે વર્ઝન પહેલાં વાપર્યું છે, તેની સાથે આ વર્ઝનમાં ઘણું સામ્ય તો છે, પણ તેને ઝટપટ વાપરતા શીખી જવું હોય, તો આ લેખમાળા ઉપયોગી થશે. તમારા વિન્ડોઝ 7 ના ઉપયોગ દ્વારા શું શું કરી શકશો, તે માટે તમે આને એક સંદર્ભ તરીકે લઈ શકશો.
ડેસ્કટોપનો ઉપયોગ
સૌ પ્રથમ આપણે આપણું ડેસ્કટોપ વાપરતાં શીખીએ. ડેસ્કટોપને સરળતાથી ઉપયોગમાં લેવા માટે આપણે આ શીખવાનું છે:
  • ટાસ્કબાર પર કોઈ પણ પ્રોગ્રામને ‘પીન’ કેવી રીતે કરવો
  • ટાસ્કબારના બટનોને ફરીથી કેવી રીતે ગોઠવવા
  • જમ્પ લેસ્ટ કેવી રીતે વાપરવા
  • વિન્ડોને બાજુમાં, આડી, ઉપર કેવી રીતે ખસેડવી
  • એરો શેક કેવી રીતે વાપરવું
અદ્યતન વર્ઝન
વિન્ડોઝના આ અદ્યતન વર્ઝનના ઉપયોગ વિશે આપણે જાણીએ કે:
  • વિન્ડોઝ 7 શું છે?
  • વિન્ડોઝ 7 માં નવું શું છે?
  • વિન્ડોઝ 7 કેવી રીતે મેળવવું
  • શોધખોળ કરીએ
  • સ્ટાર્ટ મેન્યુમાં નવું શું છે?
  • ટાસ્કબારમાં નવું શું છે?
  • વિન્ડોઝના ડેસ્કટોપમાં નવું શું છે?
ઈન્સ્ટોલેશન
વિન્ડોઝ 7 ની સ્થાપના એટલે કે તેનું ઈન્સ્ટોલેશન કેવી રીતે કરવું, તેને જૂના વર્ઝનમાંથી નવા વર્ઝન તરફ રૂપાંતરિત કરવી એટલે કે તેને ‘અપગ્રેડ’ કેવી રીતે કરવું, તેની નોંધણી કેવી રીતે કરવી અને તે પછી તેને સક્રિય એટલે કે ‘એક્ટિવેટ’ કેવી રીતે કરવી. આ માટે આપણે નીચેના લેખો જોઈશું:
  • વિન્ડોઝ 7 નું ઈન્સ્ટોલેશન કરવું તેમજ ફરીથી ઈન્સ્ટોલેશન કરવું
  • વિન્ડોઝ XP માંથી વિન્ડોઝ 7 માં રૂપાંતર
  • વિન્ડોઝ વિસ્ટા માંથી વિન્ડોઝ 7 માં રૂપાંતર
  • આ કોમ્પ્યુટર પર વિન્ડોઝને સક્રિય કરવી
  • વિન્ડોઝ 7 ની નોંધણી કરાવવી
પ્રથમ-સપ્તાહનું ‘ચેકલીસ્ટ’
તમારું કોમ્પ્યુટર કેવી રીતે સેટઅપ કરવું અને ઈન્ટરનેટ સાથે જોડવું કે જેથી તમે તરત જ વિન્ડોઝ 7 સાથે કામ કરતા થઈ જાઓ, તેની તમને આ લેખો પરથી મદદ મળશે.
  • ઈન્ટરનેટ સાથે જોડાણ કરવું
  • ફાઈલો તેમજ સેટિંગ્સને એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટરમાં લઈ જવા
  • તમારા કોમ્પ્યુટરને સલામતી અંગેની ધમકીથી સુરક્ષિત કરવું
  • યુઝર એકાઉન્ટ ખોલવા
  • ઘર માટે નેટવર્ક સ્થાપવું
  • વાયરલેસ નેટવર્ક સ્થાપવું
  • વાલીઓના નિયંત્રણોની સ્થાપના કરવી
  • આપોઆપ બેક અપ ચાલુ થઈ જાય તેનું સમયપત્રક તૈયાર કરવું
પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવા
જો તમારે વિન્ડોઝ 7 પર પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવા હોય, તો તમે યોગ્ય સ્થાને આવ્યા છો.
  • પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવો
  • પ્રોગ્રામની કમ્પેટિબેલીટી એટલે કે સુસંગતતા વિશે નડતી સમસ્યાઓ માટે મદદ મેળવવી
  • વિન્ડોઝ 7 માં જૂના પ્રોગ્રામો ચલાવવા
  • કોઈ પ્રોગ્રામ બદલવો અથવા તેને અન-ઈન્સ્ટોલ કરીને દૂર કરવો
  • વિન્ડોઝ 7 માટે ઈમેલ, કેલેન્ડર, ફોટો, અને વિડિયો પ્રોગ્રામ મેળવવા
હાર્ડવેર સેટ અપ કરવું
તમારા સાધનો સાથે તેમજ અન્ય હાર્ડવેર સાથે વિન્ડોઝ 7 કેવી રીતે કાર્ય કરે છે તે માટે વધારે જાણવું જોઈએ.
  • કોઈ USB સાધનને ઈન્સ્ટોલ કરવું
  • પ્રિન્ટર ઈન્સ્ટોલ કરવું
  • હાર્ડવેરની સુસંગતતા વિશે નડતી સમસ્યાઓ માટે મદદ મેળવવી
  • કોઈ સાધન બરોબર રીતે ઈન્સ્ટોલ ન થયું હોય તો શું કરવું
  • તમારા સાધનો માટે સૂચવવામાં આવતા ડ્રાઈવરને આપોઆપ રીતે મેળવવા
  • કયા ડ્રાઈવર ઈન્સ્ટોલ કરવામાં સલામતી છે, તે હું કઈ રીતે જાણી શકું?
પોતાનું આગવું બનાવવું
તમારી પોતાની શૈલી અને વ્યક્તિત્વ દર્શાઈ આવે, તેવું તમે તમારા PC ને બનાવી શકો છો. તમને ગમે તેવો દેખાવ તમે વિન્ડોઝને કેવી રીતે આપી શકો, તે માટે તમે અહીંથી જાણી શકશો.
  • આછી રૂપરેખા: તમારા કોમ્પ્યુટરને પોતાની રીતે આગવું બનાવવું
  • તમારા ડેકટોપનું બેકગ્રાઉન્ડ બદલવું (વોલપેપર)
  • સ્ક્રીન સેવરનો ઉપયોગ કરવો અથવા તે બદલવું
  • કોમ્યુટરમાંનો ધ્વનિ બદલવો
  • તમારા સ્ક્રીન પરનું લખાણ મોટું અથવા નાનું કરવું
  • તમારા યુઝર એકાઉન્ટ અને સ્ટાર્ટ મેન્યુ માટે ચિત્ર પસંદ કરવું
  • ડેસ્કટોપ પરની ઉપયોગી ચાંપો તમારી રીતે બનાવવી
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint 2013.
©2014 Microsoft Corporation. All rights reserved.