Skip Ribbon Commands
Skip to main content
 

ઓફિસ 2007 ના ટ્રેનીંગ કોર્સીઝ માટેની માહિતી

 

આ તાલીમ ઓનલાઈન આપવામાં આવે છે અને સ્લાઈડ-શો, વિડિયો વગેરે તકનીકી ઉપકરણો વડે વિનામૂલ્યે મળી શકે છે. તાલીમ માત્ર કોઈ એક જ પ્રોગ્રામ માટે નથી હોતી, પરંતુ સંપૂર્ણ 2007 માઈક્રોસોફ્ટ ઓફિસ સિસ્ટમ માટે પણ ઉપલબ્ધ છે. તમે જેટલું વધારે શીખશો, તેટલું વધારે સારી રીતે કાર્ય કરી શકશો.

 

ટ્રેનીંગ કોર્સ સાથે તમે તેની ટ્રેનીંગ  આપતી પાવરપોઈન્ટની ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છો. પાવરપોઈન્ટની ફાઈલ દ્વારા તમે જાતે શીખી શકો છો અથવા તો કોઈ એક જૂથને તાલીમ પણ આપી શકો છો. માત્ર તેટલું જ નહીં, તમે ડેમો કેટલોગના પૃષ્ઠ પરનાં ઘણાં બધાં વિડિયો પણ જોઈ શકો છો. 

 

હવે આપણે કેટલાંક પ્રોગ્રામોની ટ્રેનીંગ કોર્સની વિગતો જોઈશું.

 

એક્સેસ 2007:

એક્સેસ 2007ના ટ્રેનીંગ કોર્સથી તમે એક્સેસથી પરિચિત થઈ જશો. તમારે ક્યારે એક્સેસ વાપરવું અને ક્યારે એક્સેલ વાપરવું, આ તાલીમ કોર્સથી તમને મહત્ત્વનાં પાસાં જાણવા મળશે કે જેથી તમે ખોટી દિશામાં કામ ન કર્યા કરો.

 

પર્ફોર્મન્સ પોઈન્ટ સર્વર 2007

જો તમે બી.આઈ. તરીકે પ્રચલિત બીઝનેસ ઈન્ટેલીજન્સ માટે નવાં હો, અને તમારે પર્ફોર્મન્સ પોઈન્ટ સર્વર ડેશબોર્ડનો ઉપયોગ કરવાનું શીખવું હોય, તો આ તાલીમી કોર્સ તમારે માટે જ બનાવાયાં છે. મૂળભૂત તાલીમથી માંડીને આઈ.ટી.ના ક્ષેત્રમાંથી આવનાર વ્યવસાયકારો માટે તથા બી.આઈ. ક્ષેત્રે ડિઝાઈન કરનારા અને તેને વિકસાવનારા તમામને અહીંથી સંપૂર્ણ માહિતી મળી જશે.

પબ્લીશર 2007

આ તાલીમી કોર્સથી તમને જાણવા મળશે કે તમારા પોતાના પ્રોફેશનલ પ્રકાશનો તમે કેવી રીતે ડિઝાઈન કરી શકશો. વ્યાપારી ધોરણે છાપવા માટે તાલીમી વિભાગોમાંથી તમે ઘણું શીખી શકશો.

 

વર્ડ 2007

વર્ડ 2007ની તાલીમ લેવા માટેની રૂપરેખા આ પ્રમાણે છે. વર્ડ સાથે પરિચિત થવું, એક આછી રૂપરેખા સાથે શરૂઆત કરવી અથવા વર્ડ તમારા માટે ટેમ્પ્લેટ અને તત્કાળ શૈલી તૈયાર કેવી રીતે કરી શકે, તે જાણવું. 

 

પાવરપોઈન્ટ 2007 ના તાલીમી કોર્સ

પાવરપોઈન્ટ 2007 ના તાલીમી કોર્સમાં સ્લાઈડ-શોની મૂળભૂત જાણકારી મેળવવી. તાલીમી કોર્સ સાથે પ્રેક્ટીસ કરવાના સત્રો, કસોટીઓ, અને સંદર્ભ માટે છાપી શકાય તેવા રેફરન્સ કાર્ડનો સમાવેશ થયેલો જ હોય છે.  

 

શેરપોઈન્ટ ડિઝાઈનર 2007

દસ્તાવેજોની લાઈબ્રેરી વડે કેવી રીતે કામ કરવું, અન્ય લોકો સાથે કાર્યની ફાળવણી કરીને દરેકને ડેટા કેવી રીતે ફાળવવો, કોણ, ક્યારે અને કેવી રીતે એક ડેટા ઉપર કામ કરી શકે તેનું નિયંત્રણ રાખવાનું શીખવું.

 

એક્સેલ 2007

માઈક્રોસોફ્ટ ઓફિસ એક્સેલ 2007ના તાલીમ કોર્સમાં એક્સેલથી પરિચિત કેવી રીતે થવું, તેની સાથે ઝડપથી કાર્ય કેવી રીતે કરવું, નવી ડિઝાઈન કેવી રીતે બનાવવી, રોજબરોજના કાર્યો કેવી રીતે પૂરાં કરવાં વગેરે શીખવા મળશે.

આઉટલુક 2007

આઉટલુક 2007ના તાલીમ કોર્સ વડે તમે જે ચીજોનો ઉપયોગ વિશેષ રીતે કરતાં હોય, તેને ઝડપથી કરી શકાય, તે શીખી શકાશે, 

 

કોમ્યુનીકેટર 2007

માઈક્રોસોફ્ટ ઓફિસ કોમ્યુનીકેટર વડે તાત્કાલિક સંદેશા કેવી રીતે મોકલી શકાય, તે જાણી શકાશે. તમારા સંપર્કોની માહિતીનું નિયંત્રણ રાખી શકાશે.

વનનોટ 2007

વનનોટ વિશે જાણવા માટે આ તાલીમ કોર્સનો ઉપયોગ કરી શકાશે. નોટનાં ટેગ અને સર્ચ –શોધના વિકલ્પથી તમારી નોંધની વિગત મળી શકશે.

 

વિઝિયો 2007

માઈક્રોસોફ્ટ ઓફિસ વિઝિયો 2007ના તાલીમ કોર્સ વડે તમે વિઝિયોથી પરિચિત થઈ શકો છો. જેની તમને ખાસ જરૂર પડે જ છે, તેવી આકૃતિ અને આકારોનો મૂળભૂત ખ્યાલ તમે મેળવી શકો છો.

 

પ્રોજેક્ટ 2007

આ તાલીમ કોર્સ દ્વારા તમે શીખી શકશો કે તમારો પ્રોજેક્ટ વર્ડ, પાવરપોઈન્ટ અથવા વિઝિયોમાં રજૂ કેવી રીતે કરવો, પ્રોજેક્ટને લગતાં કાર્યોને એકબીજાં સાથે કેવી રીતે સાંકળવા, તેમજ અન્ય ભાષામાં જોડણી અને વ્યાકરણ કેવી રીતે ચકાસવાં.

 

 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.