Skip Ribbon Commands
Skip to main content
 

આ લેખમાં આપણે વિન્ડોઝ શું છે, તે વિશે જોઈએ. વિન્ડોઝ 7 માં તમારું કામ ઝટપટ થઈ જાય તે માટે જમ્પ લિસ્ટ છે, તેમજ ટાસ્કબારમાં પહેલાં જોઈ લેવા માટે સરળ વિકલ્પ છે. તેની કામગીરી વધુ ભરોસાપાત્ર છે અને તે ખૂબ ઝડપથી કામ કરે તેવી તેની ડિઝાઈન છે. ટૂંકમાં તમારું કોમ્પ્યુટર તમને જે રીતે જોઈએ, તે રીતે કામ કરે છે. હોમગૃપ, વિન્ડોઝ મિડિયા સેન્ટર અને વિન્ડોઝ ટચ, જેવાં તેમાં ઘણાં બધાં ભાગ છે, જેનાથી નવીનતમ વસ્તુઓ શક્ય છે.

 

જમ્પ લિસ્ટ

વિન્ડોઝ 7 માં જમ્પ લિસ્ટ નવાં છે. તેના દ્વારા તમને કોઈ ચોક્કસ દસ્તાવેજ, ચિત્ર, ગીત અથવા વેબસાઈટ તરત જ મળી જાય છે. વિન્ડોઝ 7 ના ટાસ્કબાર પર આવેલા પ્રોગ્રામના આઈકન ચિત્ર પર રાઈટ-ક્લીક કરવાથી જમ્પ લિસ્ટ ખુલી શકે છે. તે તમને સ્ટાર્ટ મેન્યુ પર પણ મળશે.

 

તમને જમ્પ લિસ્ટમાં શું જોવા મળશે, તે દરેક પ્રોગ્રામને આધારિત છે. જેમ કે ઈન્ટરનેટ એક્સપ્લોરર 8 માટેના જમ્પ લિસ્ટમાંથી વારંવાર મુલાકાત લીધી હોય, તે વેબસાઈટ્સની યાદી જોવા મળશે. વિન્ડોઝ મિડિયા પ્લેયરમાં જે ગીતો તમે વારંવાર સાંભળતા હો, તેની યાદી મળશે. ત્યાં તમારું મનપસંદ ગીત ન

દેખાય, તો તમે ‘પીન’ કરી શકો છો.

 

ટાસ્કબાર

વિન્ડોઝ 7નું નવું ટાસ્કબાર તે જ છે, જેનાથી આપણે એક વિન્ડો પરથી બીજી પર જવા માટે પરિચિત છીએ. પરંતુ તે હવે વધારે સરળ છે, વધારે પરિવર્તનક્ષમ છે, અને વધારે શક્તિશાળી છે.

 

64-બીટ નો આધાર

જો તમે એકીસાથે ઘણાં પ્રોગ્રામ ચલાવતા હોય, તો 64-બીટ ધરાવતું કોમ્પ્યુટર વધારે RAM વાપરી શકતું હોવાથી, વધારે પ્રતિક્રિયા આપી શકે છે. તમે કોઈ પણ પ્રકારનું કોમ્પ્યુટર વાપરતાં હો, વિન્ડોઝ 7 તૈયાર છે. વિન્ડોઝ 7 ની બધી જ પેકેજ આવૃત્તિઓમાં (હોમ બેઝીક સિવાયની) 32-બીટ તથા 64-બીટ સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

 

 

હોમગૃપ

ઘરના હોમ નેટવર્ક પર ફાઈલો અને પ્રિન્ટરને વહેંચવા માટે ઊભી થતી તકલીફો હોમગૃપ દૂર કરે છે. વિન્ડોઝ 7 હોય, તેવાં બે અથવા વધુ કોમ્પ્યુટરોને જોડો અને હોમગૃપ દ્વારા તમે આપોઆપ તમારું સંગીત, ચિત્રો, વિડિયો, દસ્તાવેજો વગેરે તમારા ઘરના સભ્યો સાથે વહેંચી શકો છો. હોમગૃપમાં પાસવર્ડની સુરક્ષા છે, જેથી તમે તમારી જાતે નિયંત્રણ કરી શકો છો. તમે નક્કી કરી શકો છો કે તમારે બીજાંઓ સાથે શું વહેંચવું છે અને શું અંગત રાખવું છે.

 

સ્નેપ

સ્નેપ એક ઝડપી અને મજાની રીત છે અને તેના દ્વારા તમે ખોલેલી બારીઓને-વિન્ડોને નાની કે મોટી કરી શકો છો અને તે માટે તમારે તેને સ્ક્રીનના છેડા પર માત્ર સરળતાથી ખેંચી લાવવાનું જ હોય છે.

 

વિન્ડોઝ સર્ચ – શોધો

વિન્ડોઝ 7 દ્વારા તમે વધારે વસ્તુઓને વધારે ઝડપથી અને વધારે જગ્યાઓથી શોધી શકો છો. તમારા સ્ટાર્ટ મેન્યુના ‘સ્ટાર્ટ’ ના ખાનામાં જે શોધવું છે, તે ટાઈપ કરો અને પલકવારમાં જ તમારી સમક્ષ તમારા કોમ્પ્યુટરમાં રહેલાં તેને સંબંધિત દસ્તાવેજો, ચિત્રો, સંગીત અને ઈમેલ ની યાદી આવી જશે.

 

તમારી પસંદગી પ્રમાણે ડેસ્કટોપ બનાવો

ડેસ્કટોપ પર વધારે સારી રીતે કામ કરી શકાય, તે માટે વિન્ડોઝ 7 ને બહુ સરળ બનાવાયું છે. અસ્તવ્યસ્ત ચીજોથી ભરેલા ડેસ્કટોપને તરત જ સ્વચ્છ કરી દેવા માટે શેક, પીક અને સ્નેપ, એ ત્રણ નવા શક્તિશાળી પ્રોગ્રામો છે, જેનાથી તમને તરત જ મદદ મળી જશે. વિન્ડોઝ 7 નવા આકર્ષક વોલપેપર્સ લઈને આવ્યું છે, તમે તેમાંથી પસંદ કરી શકો છો, કે પછી તમારા ફોટા દર્શાવી શકો છો, તેમજ તેને બદલતાં રાખીને સ્લાઈડ-શો પણ કરી શકો છો. ટાસ્કબાર પણ નવીન રીતે ડિઝાઈન કરવામાં આવ્યું છે કે જેથી તમે ‘સ્માર્ટ’ રીતે કાર્ય કરી શકો. વિન્ડોઝ વિસ્ટામાં પ્રથમવાર રાખવામાં આવેલા ગેજેટ્સ, એટલે કે નાના પ્રોગ્રામોમાં સુધારો કરવામાં આવ્યો છે. આ ગેજેટ્સને તમે ડેસ્કટોપમાં ગમે ત્યાં ચીપકાવી શકો છો.

 

કામગીરીમાં સુધારો

કોઈને રાહ જોવી ગમતી નથી.  તેથી જ તો વિન્ડોઝ 7 ને ઝડપી બનાવાયું છે કે જ્યારે પણ તમે તૈયાર હો, ત્યારે તે તો તૈયાર હોય જ.

 

This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.