ઓફિસ 2007 અંગે મદદ કેવી રીતે મેળવવી અને કયા પ્રોગ્રામ વડે શું, કઈ રીતે કરવું તેની માહિતી.
સંપૂર્ણ 2007 માઈક્રોસોફ્ટ ઓફિસ સિસ્ટમ માટે સહાય ઉપલબ્ધ છે. તમે જેટલું વધારે શીખશો, તેટલું વધારે સારી રીતે કાર્ય કરી શકશો.
ડેસ્કટોપ એપ્લીકેશન્સ
એક્સેસ 2007, પબ્લીશર, વર્ડ, એક્સેલ, પાવરપોઈન્ટ, આઉટલુક વગેરે ડેસ્કટોપનાં પ્રોગ્રામોની ઝડપથી અને સરળતાથી સહાય તમે ઓનલાઈન, વિનામૂલ્યે લઈ શકો છો. સંબંધિત પ્રોગ્રામના ટ્રેનીંગ કોર્સ સાથે તમે તેની તાલીમ આપતી પાવરપોઈન્ટની ફાઈલ પણ ડાઉનલોડ કરી શકો છો.
દરેક પ્રોગ્રામના તાલીમ કોર્સ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે અન્ય સિસ્ટમની સહાય વિશે જાણીશું.
સર્વર પ્રોગ્રામ
ફોર્મ સર્વર 2007
હવે ઓફિસ ફોર્મ સર્વર 2007 ને ખરીદવાનો હોતો નથી. ફોર્મ સર્વર જે કરી શકતું હતું, તે હવે શેરપોઈન્ટના ભાગ તરીકે કરશે. ફોર્મ સર્વરમાં નવું શું છે, તેની રૂપરેખા વિશે, લાભ વિશે વગેરે માહિતી મેળવી શકાય છે. તેનો ડેમો અને પ્રશ્નોત્તરીનો વિભાગ પણ મોજૂદ છે.
પર્ફોર્મન્સ પોઈન્ટ સર્વર 2007
ઓફિસ પર્ફોર્મન્સ સર્વર 2007 હવે એક એવી કાર્યવ્યવસ્થાને એકત્રિત કરતી એપ્લીકેશન છે, કે જે સખત નિરીક્ષણ, વિગતવાર ચકાસણી અને યોજના કરી શકવાનું સામર્થ્ય આપે છે અને તેનાથી વ્યવસ્થાની અસરકારકતામાં વધારો થાય છે.
પ્રોજેક્ટ સર્વર 2007
માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોજેક્ટ સર્વર 2007 દ્વારા તમામ કાર્યની વ્યવસ્થા કરી શકાય છે તેમજ તેનું નિયંત્રણ કરી શકાય છે. સ્પષ્ટતામાં અને નિર્ણય કરવામાં સુધારો થાય છે. દરેક કાર્યકર્તાઓઅ સાથે અસરકરક રીતે વ્યવહાર કરી શકાય છે અને ક્રમશ: પરિવર્તન સાથે પ્રગતિ કરી શકાય છે.
શેરપોઈન્ટ સર્વર
માઈક્રોસોફ્ટ ઓફિસ શેરપોઈન્ટ સર્વર 2007 એ છે, કે જ્યાં સર્વરની ક્ષમતાઓને એકત્રિત કરેલ છે, જેથી વ્યવસ્થાને લગતી અસરકારકતા સુધારવામાં મદદ મળી શકે કારણ કે તે વિષય વ્યવસ્થાનો બહોળો સમાવેશ કરી આપે છે અને ઉદ્યોગને લગતી શોધ કરી આપે છે, જેનાથી જેને અન્ય સાથે વહેંચી શકાય, તેવી વ્યવસાયની પ્રક્રિયા ઝડપી બને છે અને તેથી સારી ધંધાકીય સૂઝ માટે વિવિધ સ્થળોએ રહેતા લોકો વચ્ચે માહિતીની આપ-લે કરી શકાય છે.
અન્ય સેવાઓ
લાઈવ સર્વર 2007
શું તમારા માટે લાઈવ સર્વર નવું છે? તમને શરૂઆત કરવાની બધી માહિતી મળી જશે. તમારી પ્રથમ લાઈવ મીટીંગમાં કેવી રીતે જોડાવું અને અન્ય લોકો સાથે મળીને કેવી રીતે કામ કરવું, તેના વ્યવસ્થાપક કેવી રીતે થવું, તે માટે અહીંથી મદદ મળી જશે.
અન્ય માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ
ક્લીપ ઓર્ગેનાઈઝર, લેન્ગવેજ પેક, ગ્રાફ અને પિક્ચર મેનેજર 2007, જેવાં અન્ય માઈક્રોસોફ્ટ ઓફિસ પ્રોગ્રામ માટે તમને સહાય મળી જશે. આ પ્રોગ્રામ શું છે અને તે સાથે કામ કેવી રીતે કરવું તેની સંપૂર્ણ માહિતી અહીં છે.