Trace Id is missing
group of temples at Panch Dwarka, Gujarat

ભાષાઓ અને એપ્સમાં તમામ લોકો માટે ઉત્પાદક્તા

સાચા અર્થમાં ડિજીટલ બની રહેલાં દેશમાં બોલવા કે લખવામાં આવતી ભાષાની અડચણ વગર ટેકનોલોજી તમામ લોકો માટે સુલભ અને ઉત્પાદક હોવી જોઇએ. દેશમાં 22 સત્તાવાર ભાષાઓ હોવાની બાબતને ધ્યાનમાં રાખી (જેમાંથી 6 ભાષા તો, વસતીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વની ટોચની 20 ભાષાઓમાં સ્થાન પામે છે) માઇક્રોસોફ્ટ ભારતની પ્રાદેશિક ભાષાઓમાં વધુ સુલભ પ્રોડક્ટ્સ અને એપ્સનું સર્જન કરવા પરત્વે અવિરતપણે કામ કરી રહી છે.

વર્ષ 2000થી ભારતીય ભાષાઓમાં સ્વદેશી યુનિકૉડ સપોર્ટ પૂરું પાડનારો માઇક્રોસોફ્ટ એક અગ્રણી કંપની બની રહી છે. ભાષાના અંતરાય દૂર કરવા માટે અમે આજથી બે દાયકા પૂર્વે ભારતીય ભાષાઓમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને ભારતીય ભાષાઓમાં કમ્પ્યૂટિંગને વેગ આપવા વર્ષ 1998માં અમે ભાષા પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. ત્યારબાદ અમારી સમગ્ર પ્રોડક્ટમાં બંધારણીય રીતે માન્યતાપ્રાપ્ત તમામ 22 ભારતીય ભાષાઓનો ટેક્સ્ટ ઇનપૂટ સપોર્ટ અને 12 ભાષાનો વિન્ડોઝ ઇન્ટરફેસ સપોર્ટ પૂરો પાડી અમે ખૂબ લાંબી મજલ કાપી લીધી છે. અમારું લેગવેજ કમ્યુનિટી પોર્ટલ Bhashaindia.com એ ઇન્ડિક લખાણ અને ટૂલ્સનું એક અગત્યનું ભંડોળ છે.

ભારતમાં સ્થાનિક ભાષાનો ઉપયોગ કરનારા ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જે લોકોને સામર્થ્યવાન બનાવવા માટે ડિજીટલ સમાવેશનને એક મોટી તક તરીકે ઉજાગર કરે છે. ભારતની સ્થાનિક ભાષાઓમાં વધુને વધુ એપ વિકસી રહી હોવાથી હજારો લાખો વપરાશકર્તાઓને શિક્ષણ, સ્વાસ્થ્ય, બેંકિંગ, કમ્યુનિકેશન્સ, ઈ-કૉમર્સ, મનોરંજન, કૃષિ, ઈ-ગવર્નન્સ અને પ્રવાસન જેવા અનેક ક્ષેત્રોના સ્રોતો સુલભ બની રહ્યાં છે. માઇક્રોસોફ્ટની પ્રોડક્ટ્સ આ રીતે ભારતીય ભાષાઓમાં કામ કરે છેઃ

વિન્ડોઝ 10

જ્યારે ભારતીય ભાષામાં કામ કરવાની વાત આવે ત્યારે નવીનતમ વિન્ડોઝ સૌથી શક્તિશાળી અને સૌથી વધુ લાક્ષણિક્તાઓ ધરાવતી ઓએસ છે. આપ સરળતાથી ટેક્સ્ટ ઇનપૂટ કરી શકતા હોવાની સાથે આપ વિન્ડોઝના યુઝર ઇન્ટરફેસને આપની પસંદગીની ભાષામાં પરિવર્તિત પણ કરી શકો છો. આપ યુનિકૉડ સપોર્ટ કરનારા વિવિધ ફોન્ટ્સનો ઉપયોગ કરી શકો છો અને યુનિકૉડને સપોર્ટ કરનારી કોઇપણ એપ્લિકેશનમાં તેનો વર્ચ્યુઅલી ઉપયોગ કરી શકો છો. ભારતીય ભાષામાં કામ કરનારી એવી ઘણી વિન્ડોઝ એપ છે, જેમ કે, માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેટર અને મેપ્સ. ટૂંકમાં કહીએ તો, વિન્ડોઝ 10 એક ભારતીય વપરાશકર્તાને તે/તેણી જે ભાષાથી પરિચિત છે તેમાં સમાન અને અનુકૂળ અનુભવ પૂરો પાડે છે.

ઑફિસ 365

ઑફિસ સૂટ તમામ ભૌગોલિક સ્થળોના અને વિવિધ પ્લેટફોમના વપરાશકર્તાઓને ખૂબ જ સરળતાથી તેમની સ્થાનિક ભાષામાં લખાણ સર્જવાનું અને તેનો ઉપયોગ કરવાનું શક્ય બનાવે છે. ઑફિસ એપ્સ તમામ ભારતીય ભાષામાં કામ કરે છે અને વિન્ડોઝ 7 કે તેના પછીના વર્ઝન પર ચાલી શકે છે. કોઇપણ અંતરાયો વગર સંવાદ સાધવામાં મદદરૂપ થવા ઑફિસ એપ્સ વપરાશકર્તાઓ અને વ્યાવસાયિક શ્રોતાઓ માટે વિન્ડોઝ, એન્ડ્રોઇડ અને આઇઓએસ એમ તમામ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

માઇક્રોસોફ્ટ લેન્ગ્વેજ એસેસરી પેક

માઇક્રોસોફ્ટ લેન્ગ્વેજ એસેસરી પેકનો ઉપયોગ કરી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ અને ઑફિસમાં ભારતીય ભાષાનો સપોર્ટ પૂરો પાડે છે અને આ માઇક્રોસોફ્ટ લેન્ગ્વેજ એસેસરી પેકને તદ્દન મફત ડાઉનલૉડ કરી શકાય છે. લેન્ગ્વેજ એસેસરી પૅક વિન્ડોઝમાં 300,000 સુધીના શબ્દો અને ઑફિસમાં 600,0000 સુધીના શબ્દોનું ભાષાંતર ધરાવે છે. લેન્ગ્વેજ એસેસરી પેક યુઝર ઇન્ટરફેસને ઇચ્છિત ભાષામાં પરિવર્તિત કરી દે છે અને સ્થાનિક ભાષામાં સૂચનો અને ડાયલૉગ બૉક્સિસ પૂરા પાડે છે.

ઇનપૂટ મેથડ એડિટર્સ

વિન્ડોઝ સ્ટાન્ડર્ડ ઇન્ડિક કીબૉર્ડ્સ માટે બિલ્ટ-ઇન સપોર્ટ સાથે આવે છે જ્યારે કેટલાક વપરાશકર્તાઓ ટ્રાન્સલિટ્રેશન જેવી વૈકલ્પિક પદ્ધતિનો ઉપયોગ કરી લખાણ લખવાનું પસંદ કરતાં હોય છે. માઇક્રોસોફ્ટે આવા વપરાશકર્તાઓ માટે Bhashaindia.com પર વૈવિધ્યસભર ઇનપૂટ મેથડ એડિટર્સ (આઇએમઇએસ) ઉપલબ્ધ કરાવ્યાં છે.

બિંગ

સર્ચ ટૂલ નવ ભારતીય ભાષાઓને સપોર્ટ કરે છે. ભારતીય ભાષાનો અનુભવ ડેસ્કટોપની સાથે-સાથે મોબાઇલ ડિવાઇઝ પર પણ ઉપલબ્ધ છે. બિંગ ટ્રાન્સલેટર ઘણી ભારતીય ભાષા સાથે પણ કામ કરે છે.

સ્કાઇપ લાઇટ

એન્ડ્રોઇડ માટે અમારી સ્કાઇપ એપના ઝડપી અને લાઇટવેઇટ વર્ઝન તરીકે તે વિકસાવવામાં આવેલ છે, જેને નેટવર્કની પડકારજનક સ્થિતિમાં અદભૂત પ્રદર્શન કરી ભારતીય લોકોને જોડાયેલા રહેવામાં મદદરૂપ થવા વિકસાવવામાં આવી છે. આ એપ ભારતની 11 સ્થાનિક ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેમ કેઃ અંગ્રેજી ઉપરાંત, બંગાળી, ગુજરાતી, હિંદી, કન્નડ, મલયાલમ, મરાઠી, ઓડિયા, પંજાબી, તામિલ, તેલુગુ અને ઉર્દૂ.

કાઇઝાલા એપ

કાઇઝાલા એ એક મોબાઇલ એપ છે, જે સૂદુરના મોટા ગ્રૂપ કમ્યુનિકેશન્સ અને કાર્યસંચાલન માટે તૈયાર કરવામાં આવી છે. તે એક સ્થાનિક એપ છે, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ યુઝર્સ માટે હિંદી, બંગાળી અને તેલુગુ ભાષામાં ઉપલબ્ધ છે.

સ્વિફ્ટકી

તે એન્ડ્રોઇડ અને આઇઓએસ વપરાશકર્તાઓ માટેનું એક કીબૉર્ડ છે, જે આર્ટીફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ)ના સામર્થ્યનો લાભ ઉઠાવે છે. તે 24 ભારતીય ભાષાઓ તેમજ મારવાડી, બોડો, સંતાલી અને ખાસી જેવી બોલીઓમાં લખાણ લખવાની સુવિધા પૂરી પાડે છે. કીપેડ્સમાં એઆઈ લઈ આવવાથી ઝડપી અને ભાવિસૂચક લખાણ શક્ય બને છે. તે વપરાશકર્તાઓને અલગ-અલગ ભાષામાં ટાઇપ કરવાની પણ સુવિધા પ્રદાન કરે છે.

લેન્ગ્વેજ ટ્રાન્સલેશન

ભારતીય ભાષાઓ માટે રીયલ-ટાઇમ લેન્ગ્વેજ ટ્રાન્સલેશનને સુધારવા કંપનીએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (એઆઈ) અને ડીપ નેચુરલ નેટવર્ક્સ (ડીએનએન)નો લાભ લીધો છે. તેનાથી વપરાશકર્તાઓને માઇક્રોસોફ્ટ બ્રાઉઝર્સ, બિંગ સર્ચ તેમજ માઇક્રોસોફ્ટ ઑફિસ 365 પ્રોડક્ટ્સ મારફતે કોઇપણ વેબસાઇટને પર સર્ચ કરતી વખતે ભારતીય ભાષામાં ભાષાંતર મેળવવામાં મદદ મળી રહે છે. વિન્ડોઝ અને એન્ડ્રોઇડ પર માઇક્રોસોફ્ટ ટ્રાન્સલેટર એપમાં ભારતીય ભાષાના ભાષાંતર માટે એઆઈ અને ડીએનએનનો ઉપયોગ થાય છે.

સ્વે

સ્વે એ મલ્ટીમીડિયા કન્ટેન્ટની મદદથી સ્થાનિક ભાષામાં નવા વિચારો, વાતો, રિપોર્ટ અને પ્રેઝન્ટેશનો રજૂ કરવા માટેની એક એપ છે. આ એપ ડિઝાઈન અને લેઆઉટની ચિંતા કર્યા વગર સર્જન કરવામાં ઉપયોગી સાબિત થાય તેવા સંબંધિત ફોટા, વીડિયો, ટ્વીટ્સ અને અન્ય લખાણોને શોધવા માટે વપરાશકર્તાઓને સ્થાનિક ભાષામાં સર્ચ સૂચવીને મદદરૂપ છે.

વનનોટ

વનનોટ એ કામકાજની યાદી, લેક્ચર્સ અને મીટિંગ સંબંધિત નોંધો, વેકેશનના આયોજનો અથવા વ્યક્તિ જે કંઇપણ આયોજન કરવા કે યાદ રાખવા માગતી હોય તેની એક ડિજીટલ નોટબૂક છે. વપરાશકર્તા સ્થાનિક ભાષામાં ટાઇપ અને વિચિત્ર લખાણ કંઇપણ લખી શકે છે, રેકોર્ડ અને શૅર પણ કરી શકે છે. વનનોટ પીસી, મેક, વિન્ડોઝ ફોન, આઇફોન, આઇપેડ, એપલ વૉચ, એન્ડ્રોઇડ અને એન્ડ્રોઇડ વેર ડિવાઇસિઝ પર ઉપલબ્ધ છે.

ઇન્ડિક ઈ-મેઇલ એડ્રેસ

માઇક્રોસોફ્ટ એન્ડ્રોઇડ અને આઇઓએસ પર આઉટલૂક એપ્સ સહિત તેની ઈ-મેઇલ એપ્સ અને સર્વિસિઝમાં 15 ભારતીય ભાષાઓમાં ઈ-મેઇલ એડ્રેસને સપોર્ટ કરે છે. આ સપોર્ટ ફ્યૂચર રેડી છે. જ્યારે પણ વધારાની ભારતીય ભાષાઓમાં ડોમેઇન નેમ ઉપલબ્ધ થશે ત્યારે અમે આપમેળે જ તે ભાષાઓમાં ઈ-મેઇલ એડ્રેસિસને સપોર્ટ કરવા લાગીશું.

એમાં કોઈ શંકા નથી કે, સ્થાનિકીકરણ એ ભારત જેવા દેશમાં સમાજના વ્યાપક વર્ગને ટેકનોલોજી સુધીની પહોંચ પૂરી પાડીને કમ્પ્યુટિંગની આગામી લહેરનું વહન કરશે અને તેનાથી વર્તમાન ભાષા વિભાજનને દૂર કરવામાં મદદ મળી રહેશે.