Skip Ribbon Commands
Skip to main content
નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો NCRB
દાયકાઓથી નોંધાયેલા સેંકડો અને હજારો ગુનાઓની નોંધ ડેટાબેઝના રૂપમાં દેશભરની જિલ્લા પોલિસ પાસે ઉપલબ્ધ છે. NCRB ને એક એવી વ્યવસ્થાની જરૂર હતી કે જેનાથી આ માહિતીની આપ-લે થઈ શકે અને તે સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે.

નેશનલ ક્રાઈમ રેકોર્ડસ બ્યુરો NCRB એ ગૃહ ખાતા મંત્રાલયનો એક અગત્યનો વિભાગ છે. દેશભરમાં થતા ગુનાઓની માહિતી રાખવાનું કાર્ય અહીં થાય છે. ભારતની વસ્તી અને ગુનાઓનું પ્રમાણ જોતાં આ કાર્ય કંઈ સહેલું નથી. વિશ્વની 16% વસ્તી ભારતની છે. 35 રાજ્યોના 706 પોલિસમથક પર વર્ષના લગભગ 5 કરોડ ગુનાઓ નોંધાય છે.

ઘણાં જૂજ વિભાગો ઈન્ફોર્મેશન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. NCRB તેમાંનું એક છે. NCRB ને એક એવી વ્યવસ્થાની જરૂર હતી કે જેનાથી આ માહિતીની આપ-લે થઈ શકે અને તે સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકે.

આ હેતુને ધ્યાનમાં લઈને 1999 માં NCRB એ વિન્ડોઝ આધારિત CCIS ની કલ્પના કરી. (ક્રાઈમ ક્રિમિનલ ઈન્ફોર્મેશન સિસ્ટમ 2k.1 આવૃત્તિ) માઈક્રોસોફ્ટના સહારે તેનં રાષ્ટ્રિય સ્તરનું આયોજન કર્યું, જેને કારણે જિલ્લા અને રાજ્ય કક્ષાના પોલિસમથકોનું એકબીજા સાથે જોડાણ કર્યું અને તે બધાનું જોડાણ નવી દિલ્હી સ્થિત NCRB ના કેન્દ્રિય ડેટા રિપોસીટરી સાથે કર્યું.

પરિસ્થિતિ
પોલિસમાં કરાયેલ નોંધનું કમ્પ્યુટરાઈઝેશન નું કાર્ય તો 1994 માં જ શરૂ થયું હતું. પરંતુ હાર્ડવેર અને એપ્લીકેશન ઈન્સ્ટોલેશન ડિસેમ્બર 1995 માં પૂર્ણ થયું. પ્રયોજન, CCIS 1.0 આવૃત્તિ બધું યુનિક્સ આધારિત હતું. RDBMS તરીકે Ingress હતું. આ અમલમાં મૂકવાથી NCRB ને માહિતીને સાચવવાની સાધનરચના તો મળી પરંતુ આ માહિતીની આપ-લે કરવાનો ઉદ્દેશ પૂરો પડતો નહતો. તે ઉપરાંત, હાલ પ્રચલિત માળખું આ નવી સુવિધા કેટલી હદ સુધી સ્વીકારી શકશે અને ભવિષ્યની જરૂરિયાતોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવે છે કે નહીં તે બાબતે પણ NCRB ચિંતિત હતું

જૂનુંપુરાણું હાર્ડવેર જે હવે કામવિનાનું હતું
NCRB ની મુખ્ય એક ચિંતા હતી આ હાર્ડવેરને અમલમાં મૂકવાની. તેને જ્યારે અમલમાં મૂકવામાં આવ્યું ત્યારે તે એક ખાસ હેતુ માટેતૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ હવે તે નકામું થઈ ગયું છે. જિલ્લા વડામથકો પર નોંધાતા ગુના પ્રમાણે તેમને જરૂરી ક્ષમતાવાળા 560MB / 1GB હાર્ડ ડિસ્કવાળા 486 આપવામાં આવ્યા હતા. તે ઉપરાંત હાર્ડવેરના માળખામાં એવા ટર્મિનલ ગોઠવ્યા હતા, જે ફક્ત ઈન્પુટ સાધન તરીકે જ કામમાં આવે. ગુણવત્તા ધરાવનારું કે નવી ઈન્ટેલીજન્સ ના ઉપયોગનું કાયમી ધોરણે સંચાલન કરવું તે એક નાહિંમત ભર્યું કાર્ય હતું.

જડ અને મોંઘું સોફ્ટવેર
NCRB સામે બીજી પણ સમસ્યા હતી. સોફ્ટવેરની સંભાળ રાખવાની અને તેની ગુણવત્તા વધારવાની. યુનિક્સ પધ્ધતિ સાથે કામ કરવા માટે ઊંચા પ્રમાણની ટેકનીકલ નિપુણતાની જરૂર પડે અને જરૂરી આવડતવાળા વ્યવસાયિક લોકો મેળવવા મુશ્કેલ હોય છે. 1999 માં NCRB એ જ્યારે તેના પ્રયોજનને સુધારવાની યોજના બનાવી, ત્યારે એક મુખ્ય પ્રભાવશાળી વાત એ હતી કે Y2k નો પ્રશ્ન નજીકમાં ઊભો થવાનો હતો. NCRB સામે પ્રશ્ન એ હતો કે શું આ આખી ય સિસ્ટમને સંકેલીને નવામાં રૂપાંતરિત કરવી કે પછી હાલ ઉપલબ્ધ સિસ્ટમને Y2k અનુસાર બનાવવી. આ માટે એવા મોડ્યુલ્સનો સમાવેશ કરવો પડે કે જે CCIS નો યથાર્થ ઉપયોગ કરે.

ઉકેલ
ઝડપથી અમલમાં મૂકી શકાય, વાપરવામાં સરળ હોય અને ભવિષ્ય માટે તૈયાર સોફ્ટવેર હોય, તેવા વિકલ્પ ની જરૂર: આખી ય વાતને NCRB એ ચકાસવાનું નક્કી કર્યું. યુનિક્સ આધારિત સિસ્ટમ કરવા પાછળ NCRB ને સમય, સાધનસંપત્તિ, આવડત, તાલીમ અને નાણાંની જરૂર હતી, તે વાજબી નહતું. આવા મોટા પ્રમાણના પ્રોજેક્ટ માં જે પ્રમાણે હોય, તે પ્રમાણે NCRB એ ઘણાં બધાં વેચનારા અને ઉકેલ આપનારા જેવા કે ઓરેકલ, માઈક્રોસોફ્ટ, ટીસીએસ અને માસટેક ને યોજના ઘડવા વિનંતી કરી. માઈક્રોસોફ્ટ ને આ કોન્ટ્રાક્ટ મળી ગયો. તેણે SQL સર્વર 7.0. એક્સચેન્જ સર્વર અને વિન્ડોઝ 2000 આધારિત ઉકેલની દરખાસ્ત આપી હતી.

માઈક્રોસોફ્ટ પ્લેટફોર્મ શા માટે પસંદ કર્યું, તે વિશે જણાવતા આ પ્રોજેક્ટના કો-ઓર્ડિનેટર શ્રી વિ.એસ.ચૌધરીએ જણાવ્યું કે, “આ પ્રોજેક્ટ માટે માઈક્રોફોફ્ટને અમારા ભાગીદાર બનાવવાનું સ્પષ્ટ કારણ તેમની વ્યૂહાત્મક ક્ષમતા જ હતી. તેઓ શરૂઆતથી અંત સુધી કાર્ય માટે મદદ કરવાની તત્પરતા બતાવે છે, તેમના ઉત્પાદનો વાપરવામાં સહેલા હોય છે અને તેને વિસ્તારી પણ શકાય છે. આટલું જ નહીં, કાર્યને અમલમાં મૂકવાના સમયે માઈક્રોસોફ્ટ કન્સલ્ટિંગ સર્વિસ અમને આદર્શ ટેકનીકલ આધાર પણ પૂરો પાડે છે -અમારા માટે આ જ અગત્યની જરૂરિયાત છે.”

જ્યારે NCRB CCIS ની છેલ્લી આવૃત્તિનું નિર્માણ કરી રહ્યા હતા, ત્યારે તેમણે Y2k ના મુદ્દાને પહોંચી વળવા વચગાળાની વ્યવસ્થા તરીકે અમુક કામચલાઉ ક્ષેત્રો અમલમાં મૂક્યા હતા.

NCRB અને માઈક્રોસોફ્ટ -એક ઉમદા ઉદાહરણ
તરહ તરહનાં પ્રોગ્રામીંગ નો NCRB ના કેટલાક ઓફિસરોને ઘણો બહોળો અનુભવ હતો. તેથી, એપ્લીકેશન આર્કિટેક્ચર માટે દ્રષ્ટિ અને માર્ગદર્શન આપવું તેમને માટે સહેલું હતું. બીજી બાજુ, માઈક્રોસોફ્ટ તેના તરફથી, તેની પોતાની કન્સલ્ટિંગ ટીમ સાથે ચોવીસે કલાક ટેકનીકલ સહાય પૂરી પાડતું હતું. જૂલાઈ 2000 માં CCIS વર્ઝન 2k.1 આવૃત્તિ તરીકે એક નવી જ એપ્લીકેશન નું નવપ્રસ્થાન થયું.

CCIS વર્ઝન 2k.1
CCIS વર્ઝન 2k.1 એ વિન્ડોઝ આધારિત એપ્લીકેશન છે. ગુનાઓ અને ગુનેગારો, ખોવાઈ ગયેલી અને પાછી મેળવેલી સાધનસંપત્તિને લગતી માહિતીનો તેમાં સંગ્રહ થયેલો છે. મુખ્ય એપ્લીકેશન નવી દિલ્હીમાં આવેલી NCRB ની ઓફિસમાં છે, અને તે સાથે આખા ય દેશના જિલ્લા વડામથકો જોડાયેલ છે. જિલ્લા કક્ષાએથી જે કંઈ માહિતી ઉમેરવામાં આવી હોય, તેને નિયતકાલીન સમયે સક્રિય ઓનલાઈન સિસ્ટમની ગેરહાજરીમાં ડેટા ટ્રાન્સફરની ઓનલાઈન / ઑફલાઈન સુવિધા વડે કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવે છે. ધ ઈન્ટીગ્રેટેડ ઈન્ફોર્મેશન ફૉર્મ્સ (IIFs) આ એપ્લીકેશનનો મુખ્ય આધાર છે અને તે ગુના, ગુનેગાર અને સંપત્તિને લગતા 140 ટેબલ્સ, 120 ફોર્મ્સ અને 160 પેરામીટરનું અરસપરસ જોડાણ કરે છે. પોલીસ એપ્લીકેશન તરીકે CCIS 2k.1 વિશ્વભરમાં સૌથી મોટી એપ્લીકેશન છે.

અમલમાં મૂકવાનો પડકાર
આ CCIS વર્ઝન 2k.1 ના સફળ અમલીકરણ માટે, NCRB એ બે મહત્વના કાર્યો પૂરા કરવાના હતા. કર્મચારીઓને તાલીમ અને ડેટાનું સ્થળાંતર.

કર્મચારીઓને તાલીમ
આ માટે NCRB એ સાત મુખ્ય જૂથો પ્રસ્થાપિત કર્યા. દરેક જૂથમાં આઠથી દસ સભ્યો મૂક્યા. એક મધ્યવર્તી ઓફિસર દરેક જૂથના વડા હતા. આ બધાં જૂથોને એપ્લીકેશન ની તાલીમ આપવાનું કાર્ય શ્રી. વિ.એસ.ચૌધરીને અપાયું - અને તેમણે તેમના ક્ષેત્રમાં આવતા રાજ્યોના કર્મચારીઓને આ તાલીમ આપવાની હતી. તાલીમ આપવા માટે દરેક રાજ્યના ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યા. અહીં જિલ્લા પ્રતિનિધિઓની સભા બોલાવવામાં આવતી હતી. મૂળ જાણકારી વિશે તાલીમ આપવામાં આવતી હતી; જેમ કે, એપ્લીકેશન કેવી રીતે ચાલુ કરવી, ડેટા એન્ટ્રી કરવી અને ડેટાનું સ્થળાંતર કરવું અને CCIS ની વપરાશ ને લગતા મુદ્દાઓ. વિન્ડોઝનું પ્લેટફોર્મ ખૂબ સારી રીતે વાપરી શકાતું હોવાથી ઓછામાં ઓછા સમયમાં તાલીમ આપવાનું શક્ય બન્યું.

ડેટાનું સ્થળાંતર
એકવાર તાલીમકાર્ય પૂરું થયું, એટલે પહેલું કામ હતું, યુનિક્સ સિસ્ટમ માંથી બધાં સક્રિય ડેટાનું વિન્ડોઝ આધારિત CCIS2k.1 માં સ્થળાંતર કરવું. એક અલગ મોડ્યુલનો ઉમેરો કરવામાં આવ્યો, કે જે યુનિક્સ ડેટાને ઈન્ટરમિડિયેટ ફ્લેટ ફાઈલ્સમાં રૂપાંતરિત કરે. તે પછી, ફાઈલ્સને ખૂબ સહેલાઈથી વિન્ડોઝ એન્વાયરનમેન્ટ માં ફેરવી શકાય છે.

CCIS વર્ઝન 2k.1: દેશભરમાં કાર્યરત
કર્મચારીઓની તાલીમ અને ડેટા સ્થળાંતરનું કાર્ય પાર પાડ્યા પછી, જૂલાઈ 2000 માં , NCRB એ CCIS 2k.1 નું નવપ્રસ્થાન કર્યું.

CCIS વર્ઝન 2k.2
અમલીકરણ ના થોડા જ દિવસોમાં સૂચનો અને માહિતી જુદા જુદા રાજ્યોમાંથી નિત્યકાલીન સમયે મળવા લાગી. આ પ્રક્રિયા દરમિયાન કોડીંગને લગતા પ્રશ્નો કે બીજી મુશ્કેલીઓ આવતી ગઈ અને તેના ઉકેલ થતાં ગયા. રાજ્ય પોલિસને કોઈ ખાસ પ્રકારની જરૂર હોય, તો તે માટે નવા ફિચર્સ ઉમેરાતા ગયા. મે 2001 માં CCIS નું 2k.2 વર્ઝન નવપ્રસ્થાન કર્યું. પહેલાંની જેમ, તેને માટે પણ વ્યાપક તાલીમ શિબિરો યોજાયા. તેનો હેતુ એ હતો કે વહીવટકર્તાઓ 2k.1 આવૃત્તિને 2k.2 માં સહેલાઈથી રૂપાંતરિત કરી શકે. ડેટાબેઝને કેવી રીતે અપગ્રેડ કરવો, તે પણ શીખવવામાં આવ્યું.ફાયદાઓ
NCRB ને:
આજે, દેશભરમાં ગુનાખોરીને લગતી માહિતી કેવી રીતે રાખવામાં આવે છે, તે બાબતને એક સ્વીકૃત ધોરણ આપવાની દિશામાં CCIS કાર્યરત છે. આને કારણે, રાષ્ટ્રિય સ્તરે ખૂબ સમર્થતાથી માહિતીની આપ-લે કરવાનું અને સુમેળતાથી કાર્ય કરવાનું શક્ય બન્યું. આ એપ્લીકેશન આજે દેશભરમાં અમુક અંશે ઉપલબ્ધ છે. આને કારણે NCRB ના કેન્દ્રમાં સ્થિત 5,300,000 રેકોર્ડ -માહિતી વિશે જાણકારી મળી શકે છે. વિન્ડોઝ 2000 ના પ્લેટફોર્મ ને કારણે વર્તમાનમાં CCIS હિન્દી ભાષાને પણ આધાર આપે છે. આ આધારને NCRB બીજી બધી પ્રાદેશિક ભાષાઓ સુધી તબક્કાવાર પહોંચાડવાનું પ્રયોજન કરી રહ્યું છે.

સામાન્ય માનવીને:
આજે, CCIS ને કારણે સામાન્ય નાગરિકો NCRB પાસેથી વિવિધ જાતના પુરાવા અને દસ્તાવેજ સહેલાઈથી મેળવી શકે છે અને ઉપયોગમાં લઈ શકે છે. આ માહિતીમાં બગડેલા વાહનો, શસ્ત્રો, કે પછી ઘરઘાટી વિશે ચકાસણી, પાસપોર્ટ ની ચકાસણી, વિગેરેનો સમાવેશ થાય છે. આ એપ્લીકેશનના ઉપયોગનો વિસ્તાર ભવિષ્યમાં વધારી શકાય છે. તેમાં, કોઈ FIR રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તેની નકલ સીધી જ પોલિસ સ્ટેશનમાં નોંધાવી શકાય છે. આવી સગવડનો લાભ ભવિષ્યમાં લઈ શકાય

NCRB ની દીર્ઘદ્રષ્ટિ
હવે NCRB માને છે કે CCIS એપ્લીકેશનથી તેમને ધાર્યા કરતાં ઘણું બધું વધારે મળ્યું છે. હવે પછીના તબક્કામાં NCRB આ એપ્લીકેશન્સનો તબક્કાવાર બીજી પ્રાદેશિક ભાષાઓમાં સ્થાનીકરણ કરવાનો વિચાર કરે છે. જે પ્રમાણે તેની દીર્ઘદ્રષ્ટિ છે, તે પ્રમાણે જો બધું જ કાર્ય પાર પડે, તો ભારતભરમાં લગભગ એક લાખથી પણ વધુ પોલિસ પોસ્ટ ને એક નેટવર્કમાં સાંકળવામાં આવશે, અને તેઓ બધી જ માહિતી તેમની જરૂરિયાત પ્રમાણે સીધી જ મેળવી શકશે.
This site uses Unicode and Open Type fonts for Indic Languages. Powered by Microsoft SharePoint
©2017 Microsoft Corporation. All rights reserved.